જાતિ આધારીત વસ્તી ગણતરી મુદ્દે વિપક્ષોએ ભાજપને ઘેરી, આગામી ચૂંટણીઓમાં OBC કાર્ડ કેટલું સફળ રહેશે?


  • Published By :
  • Published Date : 2023-04-18 15:55:50

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે. આ બાબતનો અણસાર આપણને રાજનેતાઓના નિવેદનો, ગઠબંધનો અને પોતાનો ગરાસ બચાવવાના પ્રયાસો પરથી જણાઈ આવે છે. કોંગ્રેસના નેતાઓ, ઉપરાંત નિતીશ કુમાર, લાલુ યાદવ, એમ કે સ્ટાલીન, હેમંત સોરેન સહિતના નેતાઓ હવે જાતિ આધારીત વસ્તી ગણતરીની માગ કરવા લાગ્યા છે. રાહુલ ગાંધીએ તો અનામતની મહત્તમ 50 ટકાની લિમિટ સમાપ્ત કરી દેવાની પણ માંગ કરી દીધી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તો જાહેરાત પણ કરી દીધી કે 'જેટલી વસ્તી, તેટલો હક'. રાહુલ ગાંધીએ આ નારા દ્વારા ઓબીસી વોટ બેંકને સાધવાનો પ્રયાસ કર્યો છે. તે જ પ્રકારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે અને જયરામ રમેશે પણ પીએમ મોદીને પત્ર લખીને જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવવાની વિનંતી કરી છે.


હિંદુત્વ/ OBC કાર્ડ


સતત ચૂંટણીઓ હારી રહેલી કોંગ્રેસ પાર્ટી તથા અન્ય સ્થાનિક પક્ષોને ભાજપની હિંદુત્વની લહેરનો મુકાબલો કરી શકે તેવી સ્ટ્રેટેજીની શોધ છે. આ તમામ પાર્ટીઓને OBC જાતિઓમાં આશાની કિરણ જોવા મળી રહી છે. ભાજપે દેશભરમાં અને તેમાં પણ ઉત્તર ભારતમાં જે પ્રકારે હિંદુ વોંટ બેંકનું ધ્રુવીકરણ કર્યું છે. તે ચોંકાવનારૂ છે, ભાજપે હિન્દી બેલ્ટમાં તેની હાજરી મજબુત બનાવી છે. તેમાં પણ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, ગુજરાત, ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં ભાજપની મજબુત પકડ છે. આ જ કારણે કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓએ હવે OBC કાર્ડ ખેલ્યું છે.   


વિપક્ષોની એકતા


વિપક્ષો દ્વારા જાતિગત વસ્તી ગણતરીની માગનો એક હેતુ વિપક્ષોની એકતાને વધુ મજબુત બનાવવાનો છે. કોંગ્રેસ, જદયું, એનસીપી, ડીએમકે, સપા, બસપા, ટીએમસી, જેએમએમ અને ડાબેરી પક્ષોને એક કરવાનો હેતુ છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈ વિરોધ પક્ષોને એક કરવા માટે પણ જાતિગત વસ્તી ગણતરી કરાવવી વિરોધ પક્ષોની મજબુરી છે.


જાતિગત વસ્તી ગણતરી કોંગ્રસની મજબુરી


જાતિગત વસ્તી ગણતરી ન કરાવવી તે ભાજપની રાજકીય મજબુરી બની છે. કારણ કે પછાત મનાતી જાતિઓ વિપક્ષોની પરંપરાગત વોંટ બેંક છે. ભાજપ પર પણ ઉચ્ચ જાતિઓનું દબાણ છે, જે ભાજપની વફાદાર મત બેંક છે. ભાજપ પણ જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવીને તેને નારાજ કરવા માંગતી નથી. ભાજપ ટેકનિકલ કારણોનો હવાલો આપીને ભલે જાતિ આધારીત વસ્તી ગણતરીની મવાઈ કરી રહી હોય પરંતું હવે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો તેની રાજનૈતિક હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. જાતિ આધારીત વસ્તી ગણતરીનો આખો ખેલ રાજકારણ સાથે જોડાયેલો છે. કોંગ્રેસ જાતિ આધારીત વસ્તી ગણતરીનો મુદ્દો ભાજપને ઘેરવા માટે કરી રહી છે.


જાતિગત વસ્તી ગણતરી લિટમસ ટેસ્ટ


લોકસભાની ચૂંટણી પહેલા કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ અને જેડીએસ સહિતના વિરોધ પક્ષો રાજ્યમાં જાતિ આધારીત વસ્તી ગણતરીને આધાર બનાવી ઓબીસી અને દલિત મતદારોને આકર્ષવા માગે છે. જો કોંગ્રેસનો આ દાવ સફળ રહેશે તો અન્ય રાજ્યો જેવા કે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણા જેવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યાં પણ આ સ્ટ્રેટેજીનો અમલ કરવામાં આવશે. આ જ પ્રકારે 2024ની લોકસભાની ચૂંટણી પહેલા આ મુદ્દે રાજકીય તાકાતને અજમાવાનીની કોંગ્રેસની રણનીતી છે


લોકસભાની 120 સીટો પર નજર


લોકસભા ચૂંટણી 2023ને લઈ તમામ વિરોધ પક્ષોની નજર ઓબીસી પ્રભુત્વ ધરાવતી યુપી અને બિહારની 120 સીટો પર છે. વસ્તી ગણતરીના મુદ્દે કોંગ્રેસ, સપા, જદયું અને આરજેડી સહિતના પક્ષો ભાજપને હંફાવવા માગે છે. વર્ષ 2019ની ચૂંટણીમાં જોવા મળ્યું હતું કે એનડીએ એ આ 120 સીટોમાં જબરદસ્ત બાકોરૂ પાડ્યં છે. આ 120માંથી એનડીએ એ 103 સીટો જીતી છે, અને એકલા ભાજપે જ 84 સીટો જીતી છે. યુપી અને બિહારમાં ભાજપ જો આ 120 સીટો ગુમાવી દે છે તો ભાજપ માટે કેન્દ્રમાં સત્તામાં વાપસી કરવી મુશ્કેલ પડી શકે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.