CBSE ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ જાહેર, જાણો સમગ્ર ટાઈમ ટેબલ


  • Published By :
  • Published Date : 2022-12-29 22:18:32

CBSEની પરીક્ષાની કાગડોળે રાહ જોઈ રહેલા પરીક્ષાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સેન્ટ્રલ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE)એ ધોરણ 10 અને 12માંની વર્ષ 2023માં લેવાનારીની પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે. CBSE બોર્ડ દ્વારા ગુરુવાર, 29 ડિસેમ્બર 2022 ના રોજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વર્ગોની વાર્ષિક પરીક્ષાઓ માટે CBSE ટાઈમ ટેબલ 2023 જાહેર કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર CBSE 10મી તારીખ પત્રક 2023 PDF અને CBSE 12મી તારીખ પત્રક 2023 PDF ડાઉનલોડ કરવા માટેની લિંકને પણ એક્ટિવ કરી છે. આ સ્થિતિમાં, CBSE બોર્ડ સાથે સંલગ્ન સ્કૂલોમાં વર્ષ 2022-23 દરમિયાન વાર્ષિક પરીક્ષાઓ માટે નોંધાયેલા અને ફોર્મ ભરેલા વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરેલા વિદ્યાર્થીઓ તેમના સંબંધિત વર્ગો માટે CBSE ટાઈમ-ટેબલ 2023 PDF બોર્ડની વેબસાઇટ પર એક્ટિવ લિંક કે નીચે આપવામાં આવેલી ડાયરેક્ટ લિંક ડાઉનલોડ કરી શકે છે.


CBSE ધોરણ 10 અને 12માની પરીક્ષા


CBSE બોર્ડ પરીક્ષા 2023 મુજબ, માધ્યમિક (વર્ગ 10) વાર્ષિક પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 21 માર્ચ, 2023 સુધી ચાલશે. પેઈન્ટિંગ, રાય, ગુરુંગ, તમંગ, શેરપા અને થાઈના પેપર પ્રથમ દિવસે લેવાશે અને સોથી છેલ્લે 21 માર્ચે ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિકની પરીક્ષા લેવામાં આવશે. તેવી જ રીતે, ઉચ્ચતર માધ્યમિક (ધોરણ 12) વાર્ષિક પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 5 એપ્રિલ સુધી ચાલશે. પ્રથમ દિવસે આંત્રપ્રિન્યોરશીપનું પેપર હશે અને છેલ્લા દિવસે સાયકોલોજીનું પેપર લેવામાં આવશે.



CBSE પરીક્ષા 2023નું એડમિટ કાર્ડ પણ જલ્દી 


CBSE 12માની પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાન્યુઆરીમાં જારી કરી શકાય છે. જોકે, આ અંગે બોર્ડ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ CBSE 12મી પરીક્ષા 2023 સંબંધિત લેટેસ્ટ અપડેટ્સ માટે બોર્ડની સત્તાવાર વેબસાઇટ ચેક કરતા રહે. કોઈપણ અન્ય નકલી વેબસાઇટ પર વિશ્વાસ કરશો નહીં.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે