ધોરણ ૧૧-૧૨ના વિધાર્થીઓ કેમ ડમી શાળા તરફ વળી રહ્યા છે?


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-30 21:30:32

ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ ૨૦૨૫-૨૬ માટે એડમિશન શરુ થયા છે. વિધાર્થીઓ ધોરણ ૧૧ થી જ  પ્રતિષ્ઠિત મેડીકલ અને એન્જીનિયરીંગ કોલેજમાં એડમિશન મેળવવા માટે JEE અને NEET જેવી કોમ્પિટેટીવ પરીક્ષાઓની તૈયારી કરવાનું શરુ કરે છે. આ પરીક્ષામાં સખ્ત સ્પર્ધા હોવાથી, સારી રેન્કિંગ મેળવવા માટે વિધાર્થીઓ ડમી શાળામાં એડમિશન લે છે. 

આ પરીક્ષામાં ગૃપ A,ગૃપ B અને ગૃપ ABના વિધાર્થીઓ JEE અને NEETની કોમ્પિટેટીવ પરીક્ષાઓ આપે છે.ઉચ્ચતર  માધ્યમિકમાં ભણતાં વિધાર્થીઓએ પોતાનું ગૃપ પસંદ કરવાનું હોય છે જેમાં ગૃપ A,ગૃપ B અને ગૃપ AB એમ ત્રણ ગૃપ હોય છે. આ ગૃપમાં કેમેસ્ટ્રી, ફીઝીક્સ,બાયોલોજી અને મેથ્સ એમ ચાર મુખ્ય વિષય હોય છે. વિદ્યાર્થીઓ પોતાના ગમતાં વિષય સાથે ગૃપની પસંદગી કરવાની હોય છે.   

પ્રતિષ્ઠિત મેડીકલ અને એન્જીનિયરીંગ કોલેજમાં JEE અને NEETના સ્કોરથી જ એડમિશન મળે છે. દર વર્ષે લાખો વિધાર્થીઓ આ પરીક્ષાઓ આપે છે જેમાંથી અમુક લાખ વિધાર્થીઓ જ સરકારી કોટામાં એડમિશન મેળવી શકે છે. સીટ ઓછી છે અને વિધાર્થીઓ વધારે છે, તેથી વિધાર્થીઓને ભારે ચિંતા અને સખ્ત સ્પર્ધાત્મક વાતાવરણમાં તમેની પરીક્ષાની તૈયારીઓ કરવી પડે છે. પ્રાઇવેટ કોલેજ તગડી ફી લેતી હોય છે, તેથી દરેક વિધાર્થીઓ આટલી મોંઘી ફી ભરી શકતા નથી. 

ખાસ મધ્યમ વર્ગના વિધાર્થીઓ દેશની રેન્કિંગ ધરાવતી કોલેજમાં સરકારી કોટામાં એડમિશન માટે શરૂઆત થી જ મહેનત કરે છે. કારણ કે JEE અને NEET પરીક્ષામાં સારો સ્કોર મેળવે, તો જ સરકારી કોટામાં ઓછી ફી સાથે મધ્યમ વર્ગનો વિધાર્થી તેનો આગળનો અભ્યાસ કરી શકે. મોટા ભાગના ઉચ્ચતર માધ્યમિકના વિધાર્થીઓ એટલેજ ડમી શાળામાં એડમિશન લે છે.

પરંતુ હાલમાં જ વર્ષ ૨૦૨૫-૨૬ માટે CBSE ગવર્નિંગ બોર્ડની બેઠકમાં ડમી શાળાઓને લઈને, બોર્ડએ પોતાનું વલણ ફરીથી સ્પષ્ટ કર્યું છે.જેમાં બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ નિયમિતપણે શાળામાં જાય તે સુનિશ્ચિત કરાશે.આ મીટીંગમાં આગામી સમયમાં બોર્ડની પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ત્યારે CBSE બોર્ડ વારંવાર શાળાના સંચાલન,એડમિશન અને હાજરી અંગેના નિયમોમાં ફેરફાર કરે, તે વાલીઓ અને વિધાર્થીઓ માટે ચિંતાનો વિષય છે. 

સરકાર કેમ ડમી શાળાઓ માટે ચિંતા કરે છે? જવાબ છે કે સરકારને વિધાર્થીઓને તનાવ ભર્યા વાતાવરણથી દુર રાખવા છે.ડમી શાળા કોને કહેવાય? ડમી શાળા એટલે એવી શાળા જેમાં વિધાર્થીઓ રેગ્યુલર રીતે એડમિશન લે છે, પરંતુ આ શાળામાં વિધાર્થીએ રોજબરોજ જવાનું હોતું નથી અને કોઇપણ પ્રકારના પ્રોજેક્ટ્સ કે તાસ ભરવાના રહેતા નથી.વિધાર્થીઓ સારો રેન્ક ધરાવતી મેડીકલ અને એન્જીનિયરીંગ કોલેજમાં એડમિશન મેળવવા માટે કરીને, આ પરીક્ષાની વધુ સારી તૈયારી માટે ડમી શાળાની પસંદગી કરે છે. કેમ વિધાર્થીઓ અને વાલીઓ ઉચ્ચતર માધ્યમિકમાં ડમી શાળામાં એડમિશન લે છે? પ્રાઇવેટ કોલેજ તગડી ફી વસુલે છે જેથી મધ્યમ વર્ગના વિધાર્થીઓ સરકારી કોટામાં એડમિશન લેવા માટે કરીને મજબુરીમાં ડમી શાળાઓમાં એડમિશન લે છે.





ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે