કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: CDS જનરલ અનિલ ચૌહાણને 'Z' પ્લસ સીક્યોરિટી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 21:27:52

કેન્દ્ર સરકારે આજે મહત્વનો નિર્ણય કરતા નવનિયુક્ત ચીફ ડિફેંસ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણને દિલ્હી પોલીસની 'Z' શ્રેણીનું સશસ્ત્ર સુરક્ષા કવચ આપવાનો નિર્ણય કર્યો છે. સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ હાઈટેક હથિયારોથી સજ્જ દિલ્હી પોલીસના લગભગ 33 સશસ્ત્ર કમાન્ડો CDS અનિલ ચૌહાણને તેમના નિવાસસ્થાન અને પ્રવાસ દરમિયાન પણ સુરક્ષા પૂરી પાડશે. ગૃહ  મંત્રાલયે ગુપ્તચર એજન્સીના ઈનપુટ બાદ આ નિર્ણય લીધો છે.


જનરલ અનિલ ચૌહાણ તમામ ત્રિ-સેવા બાબતોમાં સંરક્ષણ પ્રધાનના મુખ્ય લશ્કરી સલાહકાર તેમજ સચિવ તરીકે લશ્કરી બાબતોના વિભાગના વડા છે. વધુમાં, તેઓ ચીફ ઓફ સ્ટાફ કમિટી (COSC)ના કાયમી અધ્યક્ષ પણ છે.


CDS જનરલ અનિલ ચૌહાણની કામગીરી


CDS જનરલ અનિલ ચૌહાણે ત્રણે સેનાઓ સાથે પ્રથમ વખત વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે આર્મી, નેવી અને એરફોર્સને એકીકૃત થિયેટર કમાન્ડની રચના તરફ આગળ વધવા કહ્યું હતું.થિએટર કમાન્ડની રચનાના લાંબા સમયથી અટકેલા પ્રસ્તાવ પર ફરીથી ચર્ચા શરૂ થઈ છે.  


 અનિલ ચૌહાણની સૈન્ય કારકિર્દી


કેન્દ્ર સરકારે નવા CDS તરીકે  લેફ્ટનન્ટ જનરલ (Retd.) અનિલ ચૌહાણની  28 સપ્ટેમ્બરે નિમણૂક કરી હતી. રક્ષા મંત્રાલયે માહિતી આપી હતી કે તેઓ ભારત સરકારની સેન્યની બાબતોના વિભાગમાં સચિવના રૂપમાં કામ કરશે. લેફ્ટનન્ટ જનરલ (Retd.) અનિલ ચૌહાણે ગોરખા રાઈફલથી સેનામાં પ્રવેશ કર્યો હતો, તો PoKમાં બાલાકોટ સ્ટ્રાઈકના પ્લાનિંગમાં પણ  શામેલ હતા અને તેઓ ગયા વર્ષ જ વયનિવૃત્ત થયા છે.


લગભગ 40 વર્ષોથી વધુ સમયની કારકિર્દીમાં લેફ્ટનન્ટ જનરલ (Retd.) અનિલ ચૌહાણે કેટલાય કમાન્ડ. સ્ટાફ અને સહાયકોની નિંમણૂક કરી છે. જમ્મુ-કશ્મીર અને ઉત્તર-પૂર્વ ભારતના આતંકવાદ વિરોધી કામગીરીનો તેઓને બહોળો અનુભવ છે. 




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .