બેંગલુરૂમાં વિસ્ફોટના ષડયંત્રનો પર્દાફાશ, 5 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ, ઘાતક હથિયારો જપ્ત


  • Published By :
  • Published Date : 2023-07-19 14:33:25

બેંગલુરૂમાં પાંચ શંકાસ્પદ આતંકવાદીઓની પોલીસે ધરપકડ કરી છે, સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચે દેશદ્રોહી પ્રવૃતિઓમાં સામેલ હોવાની શંકા હેઠળ આ લોકોની ધરપકડ કરી છે. આ શંકાસ્પદો પાસેથી વિસ્ફોટક સામગ્રી પર જપ્ત કરવામાં આવી છે. CCB અને  CIDએ સાથે મળીને જોઈન્ટ ઓપરેશનમાં જુનૈદ, સોહેલ, ઉમર સહિત 5 શંકાસ્પદોની ધરપકડ કરતા શહેરમાં હડકંપ મચી ગયો છે. હાલ તો સીસીબી તમામ શંકાસ્પદોની પૂછપરછ કરી રહી છે. પોલીસને આશંકા છે કે આ શંકાસ્પદોની સાથે અન્ય 2 લોકો પણ સામેલ છે. જેમની શોધખોળ ચાલી રહી છે.


બેંગલુરૂમાં વિસ્ફોટની હતી યોજના


CCB માદીવાલા ટેક્નિકલ સેલમાં શંકાસ્પદ આતંકવાદીઓની ઈરાદો બેંગલુરૂમાં વિસ્ફોટ કરવાનો હતો, આ પાંચેય શંકાસ્પદ વર્ષ 2017ના હત્યા કેસમાં પણ આરોપી છે, અને પરપ્પાના અગ્રહારા સેન્ટ્રલ જેલમાં બંધ હતા. આ દરમિયાન તે આતંકવાદીઓના સંપર્કમાં આવ્યા હતા. પૂછપરછ બાદ એ બહાર આવ્યું છે કે શંકાસ્પદોની એક ટીમ વિસ્ફોટની યોજના બનાવી રહી હતી. જેમાં 10થી વધુ લોકો સામેલ હતા. CCBને અંગે જાણકારી મળી હતી, અને શંકાસ્પદોની તાત્કાલિક શોધખોળ માટે કાર્યવાહી કરવામાં આવી હતી. 


શંકાસ્પદો પાસેથી શું પકડાયું?


CCBના જણાવ્યા પ્રમાણે આ શંકાસ્પદોની પાસેથી 4 વોકી-ટોકી, 7 પિસ્તોલ, દારૂગોળા સહિતના અન્ય વિસ્ફોટકો અને હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે આ કેસમાં એફઆઈઆર નોંધી છે. જેમાં ભાગેડું લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે