કેન્દ્ર સરકારે CBIને Oxfam ઈન્ડિયાની તપાસ કરવાનો આપ્યો આદેશ, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-06 20:49:19

કેન્દ્રએ CBIને Oxfam ની તપાસ કરવા જણાવ્યું છે. કેન્દ્ર સરકારે ફોરેન ફંડ એક્ટના ઉલ્લંઘન સાથે જોડાયેલા આરોપોના મામલામાં તપાસ એજન્સીને આ નિર્દેશ આપ્યો છે. ગૃહ મંત્રાલયે Oxfamની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને સોંપ્યા બાદ Oxfam ભારતની મુશ્કેલી વધી ગઈ છે. આ તપાસ ઈન્ડિયન ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ 2010 (FCRA, 2010)ના ઉલ્લંઘન સાથે સંબંધિત મામલામાં કરવામાં આવશે. Oxfam India પર એવા આરોપો છે કે તેણે વિદેશી યોગદાન (રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ એક્ટ, 2020 અમલમાં આવ્યા પછી પણ વિવિધ સંસ્થાઓને વિદેશી યોગદાનનું ટ્રાન્સફર કરવાનું ચાલુ રાખ્યું હતું. આ કાયદા હેઠળ આવા ટ્રાન્સફર પર પ્રતિબંધ છે.


IT સર્વે દરમિયાન અનેક ખુલાસા થયા


 Oxfam India "સામાજિક" પ્રવૃત્તિઓ માટે વિદેશી યોગદાન (રેગ્યુલેશન) એક્ટ 2010 (FCRA, 2010) હેઠળ નોંધાયેલું હતું અને તેની નોંધણી પ્રમાણપત્ર 31 ડિસેમ્બર, 2021 સુધી માન્ય હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા હાથ ધરવામાં આવેલા IT સર્વે દરમિયાન મળેલા એક ઈમેલથી જાણવા મળ્યું કે Oxfam ઈન્ડિયા FCRA- તેના અન્ય રજીસ્ટર્ડ યુનિટને પૈસા મોકલીને FCRA, 2010ની જોગવાઈઓને બાયપાસ કરવાની યોજના બનાવી રહ્યું હતું. તપાસ દરમિયાન એ હકીકત પણ બહાર આવી હતી કે Oxfam ઈન્ડિયા પોતાના ફાયદા માટે અલગ-અલગ બેંક ખાતાઓમાં પૈસા રાખવાની યોજના બનાવી રહ્યું હતું. વળી Oxfam ઈન્ડિયાને વિદેશી સંસ્થાઓ પાસેથી પણ ભંડોળ મળતું હતું. જો કે, આ મામલે  Oxfam તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.


NGO સામે સરકારનો સપાટો


Oxfam Indiaએ બીજી એનજીઓ છે જેની સામે ગૃહ મંત્રાલયે FCRAના કથિત ઉલ્લંઘન માટે એક મહિનાની અંદર CBI તપાસની ભલામણ કરી છે. અગાઉ 20 માર્ચે ગૃહ મંત્રાલયે લેખક અને માનવાધિકાર કાર્યકર્તા હર્ષ મંદર દ્વારા સ્થાપિત NGO અમન બિરાદરી સામે CBI તપાસની ભલામણ કરી હતી. જાન્યુઆરી 2022માં Oxfam ઇન્ડિયાનું FCRA લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું, જેના પગલે NGOએ ગૃહ મંત્રાલયમાં સમીક્ષા અરજી દાખલ કરી હતી.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.