ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ૨૦ મી માર્ચથી શરૂ જયારે ૩૦મી અપ્રિલથી ઓફલાઇન રજીસ્ટ્રેશન શરૂ થશે.


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-21 18:41:41

ઉત્તરાખંડમાં ૩૦ મી અપ્રિલથી શરૂ થનારી ચારધામ યાત્રા માટે ૨૦ મી માર્ચથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થી છે. પ્રથમ દિવસેજ ૧.૬૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન  કરાવ્યું છે. 

ગત વર્ષે ૪૦ લાખ ભક્તોએ રજીસ્ટ્રેશન કર્યા હતા જેમાંથી ૪૦ લાખ ભક્તોએ દર્શન કર્યા હતા. આ વર્ષે મહાકુંભમાં ના સફળ આયોજન બાદ ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા માટે તડામાર તૈયારી શરૂ કરી છે. 

૩૦મી અપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી જયારે ૨ જી મે ના રોજ કેદારનાથ અને ૪ થી મે ના બદ્રીનાથના કપાટ ખૂલશે. હેમકુંડ સાહિબ યાત્રા ૨૫ મેથી શરૂ થશે.. 


હાલ ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ છે માટે registrationandtouristcare.uk.gov.in પરથી કરી શકાશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે તમારો મોબાઈલ નંબર અને આધારકાર્ડ કનેક્ટ હોવું જોઈએ. નોંધણી પોર્ટલ પર આધાર નંબર રજીસ્ટર કરવાની સાથેજ જે તે વ્યક્તિની તમામ વિગતો આવી જશે. 

ઓફલાઇન રજીસ્ટ્રેશન ૩૦ મી અપ્રિલથી શરૂ થશે. તેના માટે યાત્રાળુઓએ ઋષિકેશ ,હરિદ્વાર કે દહેરાદૂન રૂબરૂ જવું પડશે. આધાર અને અન્ય ઓળખપત્ર સાથે રાખવાના રહશે. સુવિધા માટે ૪ ૪ કાઉન્ટર બનવામાં આવ્યા છે. ધસારો વધશે તો વધુ કાઉન્ટર ઊભા કરાશે. 

કોઈપણ યાત્રાળુઓ ઉપરોક્ત જગ્યાએ થી રજીસ્ટ્રેશન બાદ યાત્રાની તારીખ મેળવી શકશે. જ્યાં સુધી યાત્રાળુઓને તારીખ ના મળે ત્યાં સુધી રહેવા અને ભોજન વ્યવસ્થા સ્વ કરવાની રહશે. રજીસ્ટર વિના યાત્રા કરનાર પર પગલાં લેવાશે માટે પરવાનગી વિના યાત્રા કરવાની મનાઈ છે. યાત્રા દરમિયાન દરેક યાત્રાળુઓએ અસ્થમા,બલ્ડપ્રેશર,સુગર -ડાયાબિટીસ કે હાર્ટ -ફેફસા સંબધિત બીમારી હોય તો તે જાણવું ફરજિયાત છે. યાત્રા ઓછામાં ઓછી ૯ દિવસ ને વધું વધુ ૧૫ દિવસમાં પૂર્ણ કરવાની રહશે. ૯ દિવસથી ઓછા સમય માટેની યાત્રા જો કોઈ ટુર ઓપરેટર કરાવે તો ચેકપોસ્ટ પર ફરિયાદ કરી શકાશે.  અનાગત વાહન લઈને નીકળ્યા હોય તો વાહન નંબર અને ડ્રાઇવરના દસ્તાવેજ સાથે રાખવા અને જયાં માંગે ત્યાં રજૂ કરવા પડશે. 

   કેદારનાથ માટે હેલીકોપ્ટર સર્વિસ માટે રજીસ્ટ્રેશન heliyatra.irctc.co.in પરથી કરી શકાશે. ગત વર્ષે એક ત્રિપણું ભાડું ૪ હજાર હતું આ વખતે સરકાર હજી નક્કી કરશે..   






ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."