મધ્યપ્રદેશની ચૂંટણી જીતવી ભાજપ માટે પડકાર? C Voter Surveyએ વધારી ભાજપની ચિંતા! જાણો સર્વે અંગે શું કહ્યું દેવાંશી જોષીએ


  • Published By :
  • Published Date : 2023-06-30 10:35:06

આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે, મધ્યપ્રદેશમાં કોંગ્રેસ જીતી પરંતુ સરકાર ભાજપની છે. શિવરાજસિંહ ચૌહાણ હાલ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે કારણ કે જ્યોતિરાદિત્ય સિંધિયાએ બળવો કર્યો હતો. ત્રણ રાજ્યો જ્યાં ચૂંટણી યોજાવાની છે તેમાંથી ભાજપ પાસે એક જ રાજ્ય છે. અને જો એ પણ ન રહ્યું તો જે રાજ્યોમાં ભાજપની સરકાર નથી તે રાજ્યમાં મધ્યપ્રદેશનો સમાવેશ પણ થઈ જશે.   

ગુજરાતમાં રહી દેશની પરિસ્થિતિ અંગે વાત કરવી અઘરી છે

કર્ણાટકમાં કોંગ્રેસની જોરદાર જીત થઈ છે. કર્ણાટકમાં ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસમાં તેમજ તેના નેતાઓમાં અલગ પ્રકારનો કોન્ફીડન્સ જોવા મળી રહ્યો છે. ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ જમીન આસમાન એક કરવા જાણે તૈયાર થઈ હોય તેવું લાગી રહ્યું છે. જોરશોરથી પ્રચાર કરવામાં  આવી રહ્યો છે. 2024માં યોજાનારી ચૂંટણીની વાત કરીએ તો આપણને એવું લાગે કે ચૂંટણી એક તરફી રહેવાની છે. ગુજરાતમાં રહી ગુજરાતના દ્રષ્ટિકોણથી વિચારીએ તો પરંતુ બીજા રાજ્યનો પરિસ્થિતિ કંઈક અલગ છે.

સરકાર અને સી.આર.પાટીલ વચ્ચેનો વિવાદ અમિત શાહ સુધી પહોંચ્યો, બંનેને  પેટાચૂંટણીમાં લાગી જવા સૂચના આપી | amit shah instruct cr paatil and bjp led  gujarat govt to active in 8 assembly seat bypoll - Divya Bhaskar

અમિત શાહ અને સી.આર.પાટીલ કરે છે અલગ વાત 

ગુજરાતમાં રહી બીજેપી જીતશે તેવી વાત કરવી સહેલી છે પરંતુ અનેક એવા રાજ્યો છે જ્યાં કોંગ્રેસનો પ્રભાવ દેખાય છે. આ જ ચૂંટણીને જો બીજા રાજ્યોના દ્રષ્ટિકોણથી જોઈશું તો ખબર પડશે કે એ રસ્તો એટલો સરળ નથી જે આપણને અહીંયા રહીને દેખાય છે. જ્યારે મંચ પરથી સી.આર.પાટીલ કહે છે કે આ વખતે 404 સીટ આવશે તો તે ગુજરાતના દ્રષ્ટિકોણથી જોવે છે. પરંતુ જ્યારે  અમિત શાહ 300 સીટની વાત કરે છે તે દર્શાવે છે કે ગુજરાતની પરિસ્થિતિ અલગ છે જ્યારે દેશની પરિસ્થિતિ અલગ છે. 


મધ્યપ્રદેશને લઈ સી-સર્વેનો રિપોર્ટ આવ્યો સામે 

મધ્યપ્રદેશ માટે સી સર્વેનો રિપોર્ટ સામે આવ્યો છે જે ખૂબ રસપ્રદ છે. સી વોટર પ્રમાણે ભાજપને 106-118 જેટલી સીટ મળી શકે છે, કોંગ્રેસને 108-120 સીટ મળવાનું અનુમાન સી વોટર દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે બહુજન સમાજ પાર્ટીને 0-4 સીટ મળવાનું અનુમાન છે જ્યારે અન્યને 0-4 સીટ મળી શકે છે તેવું સી વોટરનો સર્વે કહે છે. તે સિવાય જ્યારે મુખ્યમંત્રી માટે વોટિંગ કરવામાં આવ્યું ત્યારે શિવરાજસિંહ ચૌહાણને 34 ટકા, કમલનાથને 36, સિંધિયાને 12 ટકા, દિગ્વિજયસિંહને 1 ટકા વોટ મળ્યા છે. 



પીએમ મોદી છે લોકોની પહેલી પસંદગી 

જ્યારે વડાપ્રધાનને લઈ લોકોની પસંદગી પૂછવામાં  આવી ત્યારે નરેન્દ્ર મોદી પહેલી પસંદગી હતી પરંતુ રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં પણ વધારો જોવા મળ્યો છે. નરેન્દ્ર મોદીને 57 ટકા, રાહુલ ગાંધીને 18 ટકા, યોગીને 8 ટકા, અરવિંદ કેજરીવાલે 3 ટકા, તેમજ અન્યને 14 ટકા મળ્યા હતા. ચૂંટણીમાં ધ્યાનમાં રહેવામાં આવેલા મુદ્દાઓની વાત કરીએ તો બેરોજગારી, મોંઘવારી, ભષ્ટાચાર, સ્થાનિક મુદ્દાઓ સહિતના અનેક મુદ્દાઓ છે જે લોકોએ ધ્યાનમાં લીધા છે. કોંગ્રેસ માટે હાલ તો સારી પરિસ્થિતિ દેખાઈ રહી છે પરંતુ આ તો કોંગ્રે છે. કોઈ નેતા એવું નિવેદન આપી દે તેને કારણે કોંગ્રેસને નુકસાન પહોંચી શકે છે.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.