દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલી માદા ચિત્તા 'દક્ષા'નું કૂનો નેશનલ પાર્કમાં થયું મોત, નર ચિત્તાએ કર્યો હતો હુમલો


  • Published By :
  • Published Date : 2023-05-09 20:56:24

મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા વધુ એક માદા ચિંતાનું મોત થઈ ગયું છે. આ પાર્કમાં અત્યાર સુધી ત્રણ ચિત્તાનું મોત થઈ ચુક્યું છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ત્રીજા  ચિંત્તાનું મોત આંતરિક લડાઈમાં થયું છે. આ પહેલા બે ચિંતાનું મોત કિડનીમાં ઈન્ફેક્સન અને કાર્ડિયાક અરેસ્ટના કારણે થયું હતું.


વન વિભાગે આપી જાણકારી


વન વિભાગ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ 9 મેના રોજ સવારે 10.45 વાગ્યે દક્ષિણ આફ્રિકાથી કૂનો નેશનલ પાર્કમાં લાવવામાં આવેલી માદા ચિત્તા દક્ષા મોનિટરિંગ ટીમને ઘાયલ મળી આવી હતી. પશુ ચિકિત્સકોએ સારવાર કરી તેમ છતાં પણ બપોરે 12  વાગ્યે તેનું દુ:ખદ મોત નિપજ્યું હતું. દક્ષાને વાડા ક્રમાંક એકમાં જ્યારે તેની નજીકના વાડા ક્રમાંક સાતમાં દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તા વાયુ અને અગ્નિને છોડવામાં આવ્યા હતા.


નર ચિંતાના હુમલાના સંકેતો મળ્યા


નિષ્ણાતોની ટીમે માદા ચિત્તા દક્ષા અને નર ચિત્તાને એક સાથે રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એક મેના દિવસે વાડા નંબર એક અને સાતના ગેટ ખોલી નાખવામાં આવ્યા હતા. 6 મેના દિવસે નર ચિત્તો માદા ચિત્તા દક્ષાના વાડામાં દાખલ થયો હતો. નિષ્ણાતોના કહેવા પ્રમાણે માદા ચિત્તા દક્ષા પર જે ઘાના નિશાન મળી આવ્યા છે. તે પહેલી નજરમાં જ ચિત્તાના હુમલો થયો હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. જો કે ચિંત્તાઓમાં સંભોગની પ્રક્રિયા દરમિયાન હિંસક વ્યવહાર સામાન્ય બાબત મનાય છે. આ સ્થિતિમાં નિરિક્ષણ કરી રહેલી ટીમની દખલ ના બરાબર હોય છે. નિયમોનુસાર માદા ચિત્તાનું પોસ્ટમોર્ટમ નિષ્ણાતોની ટીમ કરી રહી છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે