IPL 2023 Final GT Vs CSK: ચેન્નાઈ સુપરકિંગ્સનો ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય, બંને ટીમમાં કોઈ ફેરફાર નહીં


  • Published By :
  • Published Date : 2023-05-29 20:13:13

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝનની ફાઈનલ મેચ આજે રિઝર્વ ડે પર ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અમદાવાદમાં રમાઈ રહી છે. ચેન્નાઈ સુપરકિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે IPL 2023ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. કેપ્ટન એમએસ ધોનીએ ફાઈનલમાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. બંને ટીમમાં કોઈ જ ફેરફાર નથી કરાયો. ગુજરાત ટાઇટન્સ તરફથી રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલ ઓપનિંગમાં આવ્યા છે.


ટીમ ગુજરાત ટાઇટન્સ 


ઋદ્ધિમાન સાહા(વિકેટકીપર), શુભમન ગિલ, હાર્દિક પંડયા(કેપ્ટન), સાઈ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, મોહિત શર્મા, રાશિદ ખાન, નૂર અહમદ, મોહમ્મદ શમી


ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સ


ઋતુરાજ ગાયકવાડ, ડેવન કૉન્વે, અજિંક્ય રહાણે, મોઈન અલી, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની(કેપ્ટન/વિકેટકીપર) અંબાતી રાયડુ, મથીશા પથિરાના, તુષા દેશપાંડે, મહીશ તીક્ષ્ણા, દીપક ચાહર


રિઝર્વ-ડે પર ફાઈનલ મેચ


IPLના  ઈતિહાસમાં આ પ્રથમ વખત છે, જ્યારે ફાઈનલ રિઝર્વ ડે પર યોજાઈ રહી છે. IPL 16ની ફાઇનલ મેચ રવિવારે રમાવાની હતી. અત્રે ઉલ્લેખનિય છે કે રવિવારે સાંજે અમદાવાદમાં સતત વરસાદ પડતાં મેચનું આયોજન થઈ શક્યું ન હતું. IPLની ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા ફાઈનલ માટે પહેલાથી જ રિઝર્વ ડે રાખવામાં આવ્યો હતો. રાત્રે 11 વાગ્યા સુધીમાં જ્યારે મેચની તમામ શક્યતાઓ પર પાણી ફરી વળ્યું  ત્યારે ફાઈનલને રિઝર્વ ડેમાં ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.