IPL ફાઈનલ મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સે મારી બાજી! જાડેજાએ વિનિંગ શોટ ફટકાર્યો, ધોનીએ જાડેજાને તેડી લીધો! જીત બાદ રિવાબા પણ થયા ભાવુક


  • Published By :
  • Published Date : 2023-05-30 10:36:08

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલ 2023ની ફાઈનલ મેચ રમાઈ હતી. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે ખરાખરીનો ખેલ જામ્યો હતો. પાંચમી વખત આઈપીએલની મેચ ચેન્નઈ સુપરકિંગ્સ જીતી હતી. જીત બાદ  ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહેન્દ્રસિંહ ધોની ભાવુક જોવા મળ્યા હતા. મેચની અંતિમ ઓવરમાં રવિન્દ્ર જાડેજાએ મેચને પલટી દીધી હતી. છેલ્લા બોલોમાં ચોગ્ગા અને છગ્ગા મારી ચેન્નઈ સુપરકિંગ્સને આઈપીએલ ચેમ્પિયન બનાવી દીધું હતું.


ચેન્નઈ સુપરકિંગ્સને આપ્યો હતો 171 રનનો ટાર્ગેટ! 

28મેના રોજ આઈપીએલની ફાઈનલ મેચ યોજાવાની હતી. પરંતુ ભારે વરસાદને કારણે મેચને કેન્સલ કરવામાં આવી હતી અને ગઈકાલે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે આઈપીએલની ફાઈનલ મેચ રમાઈ હતી. ટોસ જીતી ગુજરાત ટાઈટન્સે બેટિંગ પસંદ કરી હતી. અને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ સુપરકિંગ્સને આપ્યો હતો. ટીમને ચેમ્પિયન બનવા છેલ્લા બે બોલમાં 10 રનની જરૂર હતી. રવિન્દ્ર જાડેજાના ફટકાએ ગુજરાત ટાઈટન્સના હાથમાંથી ટ્રોફી છીનવી લીધી હતી. 

ધોની મેચના છેલ્લા બોલ પહેલા આંખો બંધ કરીને પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.

ધોનીએ જાડેજાને ખભા પર ઉંચકી લીધો! 

રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર હતો, જ્યારે કેપ્ટન એમએસ ધોની પેવેલિયનમાં બેઠા બંધ આંખે જીત માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ ઓવરનો છેલ્લો બોલ ફેંકાયો અને જાડેજાએ ચોગ્ગો ફટકાર્યો. ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ જ્યારે છેલ્લો બોલ ફેસ કરી રહી હતી તે સમયે ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પોતાની આંખો બંધ કરી લીધી હતી. જાડેજાના વિનીંગ શોટ બાદ ટીમના ચાહકો અને ખેલાડીઓ ઉત્સાહમાં આવી ગયા હતા. જીત બાદ ટીમ મેદાનમાં દોડી આવી હતી અને ધોનીના ચહેરા પર ખુશી જોવા મળી હતી. જાડેજાને ધોનીએ ખભા પર ઉંચકી લીધા હતા. જીત બાદ ધોની ભાવુક જોવા મળ્યા હતા. 

મેચ બાદ હાર્દિક પંડ્યા અને મહેન્દ્ર સિંહ ધોની ગળે મળતા જોવા મળ્યા હતા.

રિવાબા જાડેજા પણ સ્ટેડિયમમાં હતા ઉપસ્થિત!

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે ભગવાન જાણે છે કે આ ટ્રોફી માટે સૌથી વધુ કોણ હકદાર હતું. તેથી જ ધોનીના હાથમાં ટ્રોફી છે. સ્ટેડિયમથી એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ધોની હાર્દિક પંડ્યાને ગળે લગાવતા જોવા મળે છે. રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા પણ સ્ટેડિયમમાં ઉપસ્થિત હતા. રવિન્દ્ર જાડેજાના વિનિંગ શોટ બાદ રિવાબા જાડેજાની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા.   

IPL 2023 Final CSK vs GT MS Dhoni put forward Ambati Rayudu while receiving the trophy Watch: धोनी ने एक बार फिर जीता फैंस का दिल, चैंपियन बनने के बाद ट्रॉफी लेने के लिए रायडू को किया आगे



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .