છત્તીસગઢની ઘટના: પાણીમાં પડેલા સરકારી બાબુનો ફોન પાછો લાવવા ડેમમાંથી ખાલી કરાયું પાણી! ખેતરમાં ઉપયોગી થવા વાળા પાણીનો થયો વેડફાટ!


  • Published By :
  • Published Date : 2023-05-26 16:26:37

એક તરફ પાણી માટે લોકોને અનેક કિલોમીટર ચાલવું પડતું હોય છે તો બીજી તરફ છત્તીસગઢથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેમાં મોબાઈલ કાઢવા માટે 21 લાખ લીટર પાણી વહાવી દીધું. સમાચાર વાંચીને નવાઈ લાગી હશે ને પરંતુ આ સમાચાર સાચા છે. છત્તીસગઢના પંખાજૂરમાં એક ફૂડ ઈન્સ્પેક્ટરનો આઈફોન પાણીમાં પડી ગયો. ત્યારે ફોનને પાછો મેળવવા લાખો લીટર પાણીનો વેડફાટ કરવામાં આવ્યો. એટલું બધું પાણી વેડફવામાં આવ્યું જે પાણી દોઢ હજાર એકર ખેતરોની સિંચાઈ કરવામાં ઉપયોગી થાત. 

21 लाख लीटर पानी से डेढ़ हजार एकड़ की सिंचाई हो सकती थी।

પાણીમાં પડેલા ફોનને બચાવવા ગ્રામજનોએ કરી મહેનત!

જ્યારે કોઈ સામાન્ય માણસ પોતાની સમસ્યાને લઈ જ્યારે સરકારી અધિકારી પાસે જાય છે ત્યારે કોઈ તેની મદદમાં આવતું નથી. અધિકારીઓને જાણે કોઈ ફેર જ ન પડતો હોય તેવી રીતે વર્તન કરવામાં આવે છે. ત્યારે છત્તીસગઢના પંખાજૂરથી એક ઘટના સામે આવી છે જે વિચારવા મજબૂર કરશે. ફૂડ ઈન્સ્પેક્ટરનો આઈફોન પાણીમાં પડી ગયો. રવિવારની રજા માણવા સરકારી બાબુ ખેરકટ્ટા પરલકોટ ડેમ પહોંચ્યા હતા. રજાની મજા ત્યારે બગડી જ્યારે ફોન ડેમમાં પડી ગયો. અધિકારીએ મોબાઈલ શોધવા માટે ગામના લોકોને બોલાવ્યા. સારા સ્વીમરને પાણીમાં ઉતારવામાં પણ આવ્યા. પરંતુ સફળતા મળી નહી. 

पानी निकल जाने से अब भीषण गर्मी में मवेशियों को भी होगी दिक्कत।

પાણી કાઢવા 3 દિવસ માટે ચલાવાયો પંપ!

તરવૈયાને સફળતા ન મળી ત્યારે ફોનને શોધવા સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ડેમમાંથી ફોન શોધવા માટે પંપની મદદ લેવામાં આવી હતી. સતત 3 દિવસ સુધી પંપ ચલાવામાં આવ્યો હતો. અનેક લીટર પાણીનો વેડફાટ કરવામાં આવ્યો હતો. જ્યારે આ અંગેની માહિતી સિંચાઈ વિભાગના અધિકારીઓને મળી ત્યારે પાણીનો વેડફાટ અટકાવવા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પંપ બંધ કરાવ્યો હતો. મહામહેનત બાદ ફોન તો મળ્યો પરંતુ બગડેલી હાલતમાં મળ્યો. 

पंप लगाकर लाखों लीटर पानी अधिकारी ने अपना फोन ढूंढने के लिए बहा दिया।

ફોન તો મળ્યો પરંતુ બગડેલી હાલતમાં!

પાણી વેડફાટની માહિતી મળતા અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને પાણીનો વેડફાટ થતો અટકાવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો 6 ફીટ જેટલું પાણી નીકાળી દેવામાં આવ્યું હતું જે અનેક ખેતરોમાં પાણી પૂરૂં પાડી શકત. પરંતુ હવે આ પાણી ન તો ખેતરમાં ઉપયોગી થયું ન તો પાણીનો સંગ્રહ થયો. આ મામલે જ્યારે ફૂડ ઈન્સ્પેક્ટરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ફોનમાં વિભાગની જાણકારી હોવાને કારણે આ કદમ ઉઠાવવામાં આવ્યો હતો. પરંતુ પાણી ફોનમાં પડી જવાથી ફોન બંધ થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર આટલા લાખ લીટર પાણીનો વેડફાટ કરવા બદલ ફૂડ ઈન્સ્પેક્ટર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આ મામલે તમારૂ શું કહેવું છે? 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે