ચીનમાં કોરોનાથી મચી જશે હાહાકાર, દરરોજ 9 હજાર લોકોના મોતની આગાહી


  • Published By :
  • Published Date : 2023-01-01 12:27:07

ચીનમાં વધી રહેલા કોરોનાના કેસને લઈ સમગ્ર વિશ્વનમાં ચિંતાનો માહોલ છે. બ્રિટનના એક હેલ્થ ફર્મે તો ચીનને લઈ એક ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. આ ફર્મના લેટેસ્ટે રિપોર્ટ મુજબ ચીનમાં દરરોજ 9 હજાર લોકોના મૃત્યુનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ચીનમાં ઝીરો કોવિડ પોલીસી રદ્દ કરવા અને કોવિડ નિયંત્રણો હટાવવામાં આવ્યા બાદ કોરોના સંક્રમિતોની સંખ્યામાં જોરદોર ઉછાળો જોવા મળ્યો છે. 


રિપોર્ટ શું કહે છે?


બ્રિટિશ ફર્મના રિપોર્ટમાં ચીનમાં મૃત્યુંઆકને લઈ જે અનુમાન કરવામાં આવ્યું છે તે ચીનની સરકારથી વિપરીત છે. કેમ કે બ્રિટીશ ફર્મ ડિસેમ્બર સુધી 1.86 કરોડ કોવિડ કેસ તથા કુલ 37 લાખ લોકોના મોતનું અનુમાન લગાવ્યું છે. જો કે ચીને માત્ર 5,84,000 લોકોના મોતની મહિતી આપી છે. અન્ય દેશોથી અલગ ચીન માત્ર ન્યૂક્લિક એસિડ ટેસ્ટની સાથે કોરોના સંક્રમિતોને શ્વાસ લેવામાં તરલીફથી મરવાને જ કોવિડથી મોતનું એક માત્ર કારણ માની રહ્યું છે. કોરોના પોઝિટિવ થયાના 28 દિવસની અંદર જ મૃત્યુ પામનારાને ચીન કોવિડથી મોત થયાનું માની રહ્યું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ચીન 30 ડિસેમ્બરે માત્ર એક મોતની જ માહિતી આપી હતી.


WHOએ ચીન પાસે સાચો ડેટા માગ્યો


કોવિડ ડેટાને લઈને સતત ટીકાનો સામનો કરી રહેલા ચીનના અધિકારીઓ સાથે ડબલ્યુએચઓના અધિકારીઓએ બેઠક કરી હતી. આ ઓનલાઈન બેઠકમાં ડબલ્યુએચઓએ ચીન પાસે આનુવાંસિક સંક્રમણ, હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓ, મોત અને રસીકરણ અંગે સાચે ડેટા રજુ કરવાનું કહ્યું છે.


કેનેડા અને મોરોક્કોએ કોરોના રિપોર્ટ કર્યો અનિવાર્ય


ચીન હંમેશા દેશમાં થતાં કોવિડ મોત અને તે અંગેની માહિતીને પારદર્શક અને વૈજ્ઞાનિક બતાવતું રહ્યું છે. જો કે ચીનના આ તમામ દાવાઓને વિશ્વના દેશો સાચા માનતા નથી. આ દરમિયાન કેનેડા અને મોરક્કોએ પણ ચીનના મુસાફરો માટે કોરોના નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય બનાવી દીધો છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ જ પ્રકારનો રિપોર્ટ ભારત સહિતના અન્ય દેશોએ પણ ફરજિયાત બનાવી દીધો છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.