ચીનના પૂર્વ રાષ્ટ્રપતિ હુ જિન્તાઓને બળજબરીથી બહાર કાઢવામાં આવ્યા, વીડિયો વાયરલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 16:23:14

ચીનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગના વિરોધીઓને ઘરભેગા કરી દેવાની કવાયત શરૂ થઈ ગઈ છે. કમ્યુનિસ્ટ પાર્ટી (CCP)ની  20મી કોંગ્રેસની બેઠક ચાલી રહી હતી તે વખતે ગજબનો ડ્રામાં જોવા મળ્યો હતો આ બેઠકમાંથી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હુ જિન્તાઓને બળજબરીપૂર્વક બહાર હાંકી કાઢવામાં આવ્યા હતા. ન્યૂઝ એજન્સી રોયટર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં શી જિનપિંગની બાજુમાં બેઠેલા હુ જિન્તાઓને બે સુરક્ષા કર્મચારીઓએ ખુરસી પરથી ઉભા કરતા અને બળજબરીથી મીટિંગ હોલની બહાર લઈ જતા જોવા મળતા હતા. હુ જિન્તાઓને જ્યારે કાઢવામાં આવ્યા, ત્યારે ચીનના ગ્રેટ હોલમાં સમાપન સમારોહ ચાલી રહ્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ શેર થઈ રહ્યો છે.


ગ્રેટ હૉલમાં શું બન્યું હતું?


ચીનના ગ્રેટ હોલમાં કમ્યુનિસ્ટ પાર્ટી (CCP)ની  20મી કોંગ્રેસનો સમાપન સમારોહ ચાલી રહ્યો હતો. તે દરમિયાન બે સુરક્ષાકર્મીઓ આવ્યા અને તેમણે હુ જિન્તાઓ હાથ પકડીને તેમને બળજબરીથી કાઢ્યા હતા. આ દરમિયાન હુ જિન્તાઓ નિકળવા માંગતા ન હોતા અને વિરોધ પણ કરતા જોવા મળી રહ્યા હતા, પરંતુ તેમનો હાથ પકડીને તેમને ગ્રેટ હૉલમાંથી કાઢી મૂકાયા. ચીનના એક નેતાએ હુ જિન્તાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બીજા નેતાએ તેમને રોકી દીધા હતા. હુ જિન્તાઓએ થોડા સમય માટે  રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પણ તેમણે જિન્તાઓની અવગણના કરી હતી. જિન્તાઓને કયા સંજોગોમાં કાઢવામાં આવ્યા હતા, તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું.


કોણ છે  હુ જિન્તાઓ?


79 વર્ષીય હુ જિન્તાઓ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાના સીનિયર લીડર છે. શી જિનપિંગ 2013માં રાષ્ટ્રપતિ બન્યા તે પહેલા જિન્તાઓએ દસ વર્ષ સુધી ચીનના રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી હતી. તેમણે 15 માર્ચ 2003થી 14 માર્ચ 2013 સુધી રાષ્ટ્રપતિ પદ પર રહ્યાં હતાં. બંધારણ મુજબ બે કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ તેમણે પદ છોડ્યું હતું. જો કે, આ પછી પણ તેઓ કમ્યુનિસ્ટ પાર્ટીની મીટિંગમાં ભાગ લેતો જોવા મળ્યા હતા.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .