હવે ચીનમાં અપરણિત યુવતીઓ પણ માતા બની શકશે, સરકારે શા માટે આપી મંજુરી? જાણો


  • Published By :
  • Published Date : 2023-01-31 14:45:37

ચીને યુવતીઓને લગ્ન કર્યા વિના માતા બનવાની કાયદેસર મંજૂરી આપી દીધી છે. આ કાયદો માત્ર દક્ષિણ પશ્ચિમ સિચુઆન પ્રાંતમાં જ પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરવામાં આવ્યો છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાયદો ઘટી રહેલા જન્મ દરને રોકવા માટેના નવીનતમ પ્રયાસ તરીકે ઘડવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અપરિણીત પુરુષો અને સ્ત્રીઓને પરિવાર વધારવા અને વિવાહિત યુગલ માટે સરકારી સહાય વધુ તીવ્ર બનાવવામાં આવશે. ચીનમાં અત્યાર સુધી માત્ર પરિણીત મહિલાઓને જ કાયદેસર રીતે બાળકને જન્મ આપવાની મંજૂરી છે. પરંતુ, તાજેતરના વર્ષોમાં, લગ્ન અને જન્મદરમાં વિક્રમી ઘટાડો થવાને કારણે ચીનની સરકાર ચિંચિત બની છે. એક સમય એવો હતો જ્યારે ચીને પણ વધતી વસ્તીને રોકવા માટે વન ચાઈલ્ડ પોલિસી લાગુ કરી હતી.


રજીસ્ટ્રેશન 15 ફેબ્રુઆરીથી શરૂ થશે


15 ફેબ્રુઆરીથી, વિવાહિત યુગલો અને બાળકો ઇચ્છતા કોઈ પણ વ્યક્તિને ચીનના પાંચમા સૌથી વધુ વસ્તીવાળા પ્રાંતમાં સરકાર પાસે નોંધણી કરાવવાની મંજૂરી આપવામાં આવશે. આમાં બાળકોની સંખ્યા પર કોઈ મર્યાદા રહેશે નહીં. આવી સ્થિતિમાં, વ્યક્તિ ઇચ્છે તેટલા બાળકો માટે નોંધણી કરાવી શકે છે. સિચુઆનના આરોગ્ય આયોગે તેની વેબસાઇટ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેનો હેતુ લાંબા ગાળા માટે અને સંતુલિત વસ્તી વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે. અત્યાર સુધી, કમિશન માત્ર એવા પરિણીત યુગલોને જ મંજૂરી આપતું હતું જેઓ બે બાળકો સુધી સ્થાનિક સત્તાવાળાઓ સાથે નોંધણી કરાવવા ઇચ્છતા હતા.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.