ચીનની કંપનીમાં કર્મચારીઓએ ટાર્ગેટ પૂરો ન કર્યો, તો ફરજિયાત કાચા કારેલા ખવડાવ્યા!


  • Published By :
  • Published Date : 2023-06-28 21:42:12

1. ઇમરાનની પાર્ટીના નેતાના ઘર પર બુલડોઝર ફેરવાયું

પાકિસ્તાનમાં ઇમરાન ખાનની પાર્ટીના નેતાના ઘરે બુલડોઝર ચલાવવાની કામગીરી થઇ.. પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ પાર્ટીના પૂર્વ હિન્દુ સાંસદ લાલ ચંદ્ર માલ્હીના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યુ છે. માલ્હીએ આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર મુક્યો છે. અને લખ્યું છે કે અહીંયા જે કાટમાળ પડ્યો છે તે પાકિસ્તાનમાં કાયદાનુ શાસન કેટલુ છે તે બતાવે છે.   મારી ભૂલ એટલી જ છે કે હું ઈમરાન ખાનની સાથે ઉભો રહ્યો છું. 


2. ટાર્ગેટ પૂરો ન થયો તો કાચા કારેલા ખવડાવ્યા

ચીનમાં એક કંપનીએ પોતાના કર્મચારીએને ટાર્ગેટ પૂરો ન થતા કાચા કારેલા ખાવાની ફરજ પાડી હતી.. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે..વીડિયો વાઇરલ થયા બાદ કંપનીએ દાવો કર્યો હતો કે કર્મચારીઓ પણ આ માટે સંમત થયા હતા.. આ મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. ચીન સહિત અન્ય દેશોમાં લોન કંપની દ્વારા કર્મચારીઓને સજા કરતી આવી કંપનીઓ ટીકાઓનો સામનો કરી રહી છે. એક યુઝરે લખ્યુ જે સજાઓ પહેલા શાળામાં સંભળાતી હતી, હવે કંપનીઓ પણ કરવા લાગી છે. અન્ય એક યુઝરે લખ્યું કે કંપની આ પહેલા પણ કરી ચૂકી છે. હવે તેના પર લગામ લગાવવાની જરૂર છે.


3. આ દેશમાં રાતોરાત ઘટી લોકોની ઉંમર

દક્ષિણ કોરિયાના 5 કરોડ જેટલા નાગરિકોની વય રાતોરાત એક થી બે વર્ષ ઓછી થઈ ગઈ છે. આમ તો આ હેરાન કરનારી વાત છે પણ આવુ ખરેખર બન્યુ છે. તેની પાછળનુ કારણ વયની ગણતરી કરવા માટે સરકારે લાગુ કરેલો નવો નિયમ છે. અત્યાર સુધી દેશમાં પંરપરાગત રીતે  ઉંમર ગણવામાં આવતી હતી. તેની જગ્યાએ દક્ષિણ કોરિયાની સરકારે વય નક્કી કરવા માટે આંતરરાષ્ટ્રીય પ્રણાલી અપનાવી છે. સરકારે જોકે સૈન્યમાં ભરતી, સ્કૂલમાં એડમિશન તેમજ ધુમ્રપાન કરવા માટે તથા દારૂ પીવા માટે પારંપરિક વય ગણતરીની પ્રથા ચાલુ રહેશે તેમ કહ્યુ છે. આમ આ ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય વય ગણતરી લાગુ નહીં પડે. 


4. તાઇવાન ભારતમાં રોકાણ કરવા ઉત્સુક

તાઈવાન છેલ્લા ઘણા વર્ષોથી ભારતની નજીક આવવા માટે છેલ્લા પ્રયાસ કરી રહ્યુ છે. તાઈવાનના વિદેશ મંત્રી જૌશીહ વૂએ હવે નિવેદન આપ્યું છે કે તાઈવાન અને ભારત વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ થવાના કારણે તાઈવાનની કંપનીઓને ભારતમાં રોકાણ કરવા માટે ભારે પ્રોત્સાહન મળશે. તાઈવાનની જે કંપનીઓને ચીનનુ માર્કેટ ફાયદાકારક નથી લાગી રહ્યુ તેમને ભારતમાં રોકાણ કરવા અને પ્રોડક્શન કરવા માટે અમે પ્રોત્સાહન આપી રહ્યા છે. ભારત દુનિયામાં ઝડપથી શક્તિશાળી બની રહેલી ઈકોનોમી ધરાવે છે અને આર્થિક વિકાસ તરફ ભારત આગળ વધી રહ્યુ છે. 


 5. ભારત સામે શ્રીલંકાનો ઉપયોગ નહિ થવા દઈએ

શ્રીલંકાએ ગયા વર્ષે ચીનના એક જાસૂસી જહાજને પોતાના બંદર પર રોકાવાની પરવાનગી આપી હતી અને તેના કારણે ભારત તેમજ અમેરિકા ચિંતામાં પડી ગયા હતા. ભારતે આશંકા વ્યક્ત કરી હતી કે, આ બંદર પર લાંગરેલુ ચીનનુ જાસૂસી જહાજ ભારતની જાસૂસી કરવા માટે જ આવ્યુ છે. જો કેઆ મામલે  શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ મોટું નિવ્દન આપ્યું છે કહ્યુ છે કે, અમે કોઈ પણ દેશને શ્રીલંકાનો ઉપયોગ ભારત સામે કરવા નહીં દઈએ.


6. 200 બિલિયન ડોલરની રાહત ફ્રોડ લાભાર્થીઓને અપાઈ

અમેરિકી સરકારના કોરોના રાહત કાર્યક્રમના ફંડમાંથી લગભગ 200 બિલિયન ડૉલરની  ચોરી કરાઈ છે .. અંદાજે 17% ફંડ  ફ્રોડ લોકોને આપી દેવાયું હોવાનો ફેડરલ વોચડોગનો અહેવાલ છે  અમેરિકામાં સરકારી સહાય યોજનાઓને લગતી છેતરપિંડીના અનેક કેસની તપાસ ચાલી રહી છે.આ તપાસ હેઠળ આ ફ્રોડનો ખુલાસો થયો હતો.. 


7. તાલિબાની શાસનમાં એક હજારથી વધુ અફઘાન લોકો માર્યા ગયા

સંયુક્ત રાષ્ટ્રના અફધાનિસ્તાન મિશને પ્રસિદ્ધ કરેલા એક રીપોર્ટ પ્રમાણે ૨૦૨૧ માં અફધાનિસ્થાનમાંથી વિદેશી સેનાએ વિદાય લીધા પછી અને તાલિબાનો સત્તા પર આવ્યા પછી બોમ્બ દ્વારા અને અન્ય હિંસામાં એક હજારથી વધુ અફધાન નાગરિકો માર્યા ગયા છે. યુનોમાં અફધાનિસ્તાન મિશનના જણાવ્યા પ્રમાણે ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ માં વિદેશી સેના ચાલી ગઈ અને પછી તાલિબાનો સત્તા પર આવ્યા ત્યારથી આ વર્ષના મે મહિના સુધીમાં ત્યાં ૧,૦૯૫ નાગરિક માર્યા ગયા છે. ૨૬૭૯ ઘાયલ થયા છે.


8. ચીન તિબેટના છોકરાઓને સૈનિક બનાવશે

ચીનની પીપલ્સ લિબરેશન આર્મી તરફથી હવે તિબેટિયન સૈનિકોને એલએસી અને અરૂણાચલ પ્રદેશની સરહદે તૈનાત કરવામાં આવી રહ્યા છે.. પર્વતીય વિસ્તારોમાં લાંબા સમયથી સૈનિકોને તૈનાત કરવા તિબેટના દરેક પરિવારથી ઓછામાં ઓછી એક વ્યક્તિને સૈન્યમાં ભરતી કરવાની નીતિ બનાવી છે. જે આપણા દેશ માટે જોખમી સાબિત થઇ શકે છે.. 


9. કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સમાં ભારત 40મા ક્રમે ધકેલાયું

ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટે વર્લ્ડ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ બહાર પાડ્યું છે. કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ એટલે દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, અર્થવ્યવસ્થાની સ્થિતિ અંગેની યાદી જેમાં ભારતનું સ્થાન ગબડ્યું છે. આ રેન્કિંગમાં ભારત ત્રણ અંક નીચે ખસ્યું છે અને તે 40માં નંબર પર આવી ગયું છે. ગયા વર્ષે આ યાદીમાં ભારતનું રેન્કિંગ 37મું હતું. 


10. યુક્રેનના 2 શહેરો પર રશિયાનો મિસાઇલ હુમલો

રશિયાએ યુક્રેનના 2 શહેરો પર મિસાઇલ હુમલો કર્યો છે.. આ હુમલામાં 4 લોકોના મોત થયા છે જ્યારે 42થી વધુ લોકો ઘાયલ થયા છે..



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.