CID ફેમ Dinesh Phadnisએ લીધી ચીર વિદાય, છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી સારવાર, ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-05 13:16:23

છેલ્લા ઘણા સમયથી સીઆઈડીમાં ફ્રેડરિક્સનો રોલ નિભાવનાર દિનેશ ફડનીસ જીવન અને મરણ વચ્ચે ઝઝુમી રહ્યા હતા. હોસ્પિટલમાં અનેક દિવસોથી તેમની સારવાર ચાલી રહી હતી. વેન્ટિલેટર પર તેમને રાખવામાં આવ્યા હતા. એવી આશા હતી કે તે સાજા થઈ જશે થોડા સમયમાં. તે જલ્દી સાજા થાય તે માટે તેમના ફેન્સ દ્વારા પૂજા પણ કરવામાં આવી. પરંતુ તેમણે આજે અંતિમ શ્વાસ લીધા છે. મલ્ટીપલ ઓર્ગન ફેલીયર થવાને સીઆઈડી ફેમ દિનેશ ફડનીસનું નિધન થયું છે તેવી માહિતી સામે આવી છે. તેમના મોત અંગેની પુષ્ટિ સિરિયલમાં દયાનો રોલ નિભાવનાર અભિનેતાએ કરી છે. રવિવારે તેમની તબિયત બગડી હતી જેને કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમની હાલત નાજુક થઈ ગઈ. આજે તેમણે દુનિયાને અલવિદા કહી દીધી છે. 

સીઆઈડી ફેમ દિનેશ ફડનીસનું નિધન


રવિવારથી ચાલી રહી હતી તેમની સારવાર!

સીઆઈડીનું નામ આપણે જ્યારે સાંભળીએ ત્યારે આપણના મનમાં બધા સીઆઈડી ઓફિસરોનો ચહેરો સામે આવી જાય. એસીપીનું કુછ તો ગડબડ હેં ડાયલોગ તો દયા દરવાજા તોડો જેવા ડાયલોગ યાદ આવી જાય.  ફ્રેડરિક્સની મજાક મસ્તી તેના દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો આપણા દિમાગમાં આવી જાય! આજે સીઆઈડીની વાત એટલા માટે કરવી છે કારણ કે તે સિરિયલમાં  ફ્રેડરિક્સનું પાત્ર નિભાવનાર દિનેશ ફડનીસે દુનિયાને અલવિદા કહી દીધી છે. રવિવારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો તેને કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમને હાર્ટ એટેક આવ્યો છે તેવી વાત સામે આવી હતી પરંતુ તે બાદ એવી માહિતી સામે આવી કે લિવર ફેઈલ છે. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા પરંતુ આજે તેમનું મૃત્યુ થઈ ગયું છે. ગઇકાલે રાત્રે 57 વર્ષીય દિનેશે આશરે 12 વાગે અંતિમ શ્વાસ લીધાં. તેમને મુંબઇની તુંગા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. એક્ટરના નિધન બાદથી ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે.



અમરેલીની જનતાનો મિજાજ જાણવા માટે અમરેલી લોકસભા બેઠક પહોંચી હતી.. અલગ અલગ મુદ્દાઓ પર અમરેલીની જનતાને સવાલ પૂછવામાં આવ્યો હતો.

અમદાવાદના બોપલ વિસ્તારમાં 80 કરોડના ખર્ચે એએમસી અને AUDA દ્વારા એક બ્રિજ બનાવવામાં આવ્યો જેનું કામ 80 ટકા જેટલું પૂર્ણ પણ થઈ ગયું. તે બાદ ખબર ઇજનેરો અને અધિકારીઓને ખબર પડી કે જ્યાં તેઓ બ્રિજ બનાવી રહ્યા છે ત્યાં તો કોઈ રોડ જ નથી. એટલે કે બ્રિજના બીજા છેડે રસ્તો જ નથી અને બ્રિજ ઉતરતાની સાથે જ ઊંચી દીવાલ આવી જાય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત આપના નેતા ચૈતર વસાવાને ઉતારવામાં આવ્યા છે. પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે અને આ બધા વચ્ચે અહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલનું નિવેદન સામે આવ્યું છે.