કોલકાત્તામાં ISF અને પોલીસકર્મીઓ વચ્ચે ઘર્ષણ, પોલીસે કર્યો લાઠીચાર્જનો ઉપયોગ


  • Published By :
  • Published Date : 2023-01-22 10:16:38

શનિવારે કોલકાત્તામાં ઈન્ડિયન સેક્યુલર ફ્રંટ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પ્રદર્શન કરવા એકત્ર થયેલા આઈએસએફના કાર્યકર્તાઓને હટાવવા પોલીસે લાઠીચાર્જ તેમજ ટીયર ગેસ પણ છોડવો પડ્યો હતો. આ ધર્ષણનો વીડિયો સામે આવ્યો છે. ઘર્ષણમાં પોલીસ કર્મીઓ અને પ્રદર્શન કરી રહેલા કાર્યકર્તાઓ ઘાયલ થયા છે. આ ઘટનાને લઈ અંદાજીત 19 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

हजारों कार्यकर्ता TMC नेता अरबुल इस्लाम की गिरफ्तारी के लिए प्रदर्शन कर रहे थे।


ISFના કાર્યકર્તાએ કર્યું પ્રદર્શન 

કોલકાત્તામાં પોલીસે લાઠીચાર્જ કરવો પડે તેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર શનિવારે સાંજના સમયે એસ્પ્લેનેડ વિસ્તારમાં ISFના કાર્યકર્તાઓ પ્રદર્શન કરી રહ્યા હતા. તેઓ લોકોનું કહેવું હતું કે એક રેલી દરમિયાન TMCના કાર્યકર્તાઓએ  ISFના કાર્યકર્તાઓ પર હુમલો કર્યો હતો. જેને લઈને કાર્યકર્તાઓ ઘાયલ થઈ ગયા હતા.TMCના નેતા અરબુલ ઈસ્લામની ધરપકડ કરવામાં આવે તેવી માગ તેઓ કરી રહ્યા છે. 

आरोप है कि ISF कार्यकर्ताओं ने पुलिस पर पथराव भी किया।


પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસનો કર્યો ઉપયોગ  

હજારોની સંખ્યમાં કાર્યકર્તાઓ પ્રદર્શનમાં સામેલ હતા. જેને કારણે રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. રસ્તો ખાલી કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ પ્રદર્શન કરી રહેલા કાર્યકર્તાઓએ ના પાડી. રસ્તો ખાલી કરાવા પોલીસે લાઠીચાર્જનો ઉપરાંત ટીયર ગેસનો પણ ઉપયોગ કર્યો હતો. પોલીસે ISFના નેતા અને વિધાયક નૌશાદ સિદ્દીકીને પણ હિરાસતમાં લઈ લીધા છે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે