2000 રૂપિયાની નોટ પર RBIના નિર્ણય અંગે CM કેજરીવાલે કર્યું ટ્વીટ, મોદીને કહ્યા અભણ PM, ગોપાલ ઈટાલિયાએ પણ કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-05-20 12:31:31

RBIએ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. જે નોટો હાલ ચલણમાં છે તે 30 સપ્ટેમ્બર 2023 સુધી બદલી શકાશે. આ દરમિયાન દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ફરી એક વખત પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા છે. દિલ્હીના સીએમએ કહ્યું કે અમે એટલા માટે જ કહીએ છીએ કે વડાપ્રધાન શિક્ષિત હોવા જોઈએ. એક અભણ પીએમને કોઈ પણ વ્યક્તિ કંઈ પણ બોલી જાય છે. આ જ મુદ્દે ગોપાલ ઈટાલિયા પણ પીએમ મોદીની ટીકા કરતું ટ્વીટ કર્યું છે.


CM અરવિંદ કેજરીવાલે આ ટ્વીટ કર્યું


સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું, "પહેલાં કહ્યું હતું કે 2000ની નોટ લાવીને ભ્રષ્ટાચાર બંધ થઈ જશે. હવે તેઓ કહીં રહ્યા છે કે 2000ની નોટને નાબૂદ કરવાથી ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે. એટલા માટે જ અમે કહીએ છીએ કે, PM શિક્ષિત હોવા જોઈએ. એક અભણ PM કોઈ કંઈ પણ કહે છે. તેને સમજણ પડતી નથી, પણ તેનું પરિણામ જનતાને ભોગવવું પડે છે.


ગોપાલ ઈટાલિયાએ પણ સાધ્યું નિશાન


CM અરવિંદ કેજરીવાલ બાદ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને  મહારાષ્ટ્રના સહપ્રભારી ગોપાલ ઈટાલિયાએ પણ પીએમ પર નિશાન સાધી ટ્વીટ કર્યું છે. "તેમણે મોદી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે વારંવાર નોટ બદલવાનથી ભ્રષ્ટાચાર ખતમ નહીં થાય, આ વખતે તો ચોથું ધોરણ પાસ અભણને જ બદલવો પડશે"






અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.