ઉત્તર ભારતમાં વધશે ઠંડીનું જોર, દિલ્હી, પંજાબમાં ગગડ્યો તાપમાનનો પારો


  • Published By :
  • Published Date : 2022-12-26 11:29:52

દેશના અનેક રાજ્યોમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજસ્થાન, દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં ઠંડીને કારણે કોલ્ડ વેવની અનુભૂતિ થઈ રહી છે. ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં ઠંડીને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ઠંડી વધવાને કારણે હવામાન વિભાગે અનેક રાજ્યોમાં યેલો એલર્ટ જાહેર કરી દીધો છે. દિલ્હીમાં આ વખતે એટલી બધી ઠંડી પડી કે છેલ્લા અનેક વર્ષોનો રેકોર્ડ તૂટી ગયો છે.

 


દિલ્હી, રાજસ્થાનમાં વધ્યું ઠંડીનું પ્રમાણ 

ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ઠંડીનો ભયંકર ચમકારો જોવા મળી રહ્યો છે. પહાડી વિસ્તારો હોવાને કારણે ઠંડીનો અહેસાસ વધારો થતો હોય છે. દિલ્હીમાં તાપમાન ગગડતા યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. IMDના અનુમાન અનુસાર આવનાર સમયમાં આ તાપમાન વધારે નીચે જઈ શકે છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ ઠંડીને લઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. માઉન્ટ આબુમાં ઠંડી વધતા બરફ જામી જતો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

  


દક્ષિણ ભારતમાં પડી શકે છે વરસાદ 

ઠંડીનું પ્રમાણ વધતા ધૂમ્મસભર્યું વાતાવરણ રહે છે. જેને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધી શકે છે. જેને કારણકે ઠંડીનો અનુભવ થઈ શકે છે. ઉત્તરભારતમાં જ્યાં ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે ત્યાં દક્ષિણ ભારત માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. તમિલનાડુ, કેરળમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.