હાસ્ય સમ્રાટ રાજુ શ્રીવાસ્તવે દુનિયાથી વિદાય લીધી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 14:12:43

દુનિયાને હસાવનાર કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની વયે દિલ્હીમાં નિધન થયું છે.  


ઘણા સમયથી સારવાર હેઠળ હતા 

10 ઓગસ્ટ 2022ના રોજ તેઓ જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી અને તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમની સારવાર દરમિયાન તેમના મગજમાં સોજો જોવા મળ્યો હતો અને ન્યુરોલોજિસ્ટ દ્વારા તેમની સારવાર પણ કરવામાં આવી હતી. તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. આજે દિલ્લીની એઈમ્સ ખાતે તેમણે આપણી વચ્ચેથી વિદાઈ લીધી છે.


બોલિવુડમાં નાના રોલથી કારકિર્દીની શરૂઆત 

તેમણે બોલિવુડ ફિલ્મ્સમાં નાના રોલ કરી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે મેને પ્યાર કીયા, બાઝીગર અને બોમ્બે ટુ ગોવામાં પણ કામ કર્યું છે. ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ નામના ટેલેન્ટ શૉથી પોતાનું નામ બનાવ્યું હતું. આ ટેલેન્ટ શૉમાં પોતાના પર્ફોર્મન્સથી ધ કિંગ ઓફ કોમેડીનું બિરુદ મેળવ્યું હતું. રાજુ શ્રીવાસ્તવે બિગ બોસ સીઝન 3માં પણ ભાગ લીધો હતો. તેમણે કોમેડી કા મહામુકાબલા નામના કોમેડી શોમાં પણ ભાગ લીધો હતો. 


રાજુ શ્રીવાસ્તવનું અંગત જીવન

રાજુ શ્રીવાસ્તવે 1 જુલાઈ 1993ના રોજ લખનૌની શિખા સાથે લગ્ન કર્યા હતા, તેઓને અંતરા અને આયુષ્માન નામના બે બાળકો છે. 2010 માં, શ્રીવાસ્તવને પાકિસ્તાન તરફથી ધમકીભર્યા ફોન આવ્યા હતા જેમાં તેમને તેમના શો દરમિયાન અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને પાકિસ્તાન પર જોક્સ ન કરવા ચેતવણી આપવામાં આવી હતી. 




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .