મોંઘવારીના માર માટે તૈયાર થઈ જાઓ, અપ્રિલમાં મોંઘી થશે આ ચીજો, જુઓ સંપુર્ણ લિસ્ટ


  • Published By :
  • Published Date : 2023-03-28 20:53:53

માર્ચ મહિનો પૂરો થવાને હજુ ત્રણ દિવસ બાકી છે. થોડા દિવસ બાદ એપ્રિલ મહિનો શરૂ થતાં જ સામાન્ય માણસ પર મોંઘવારીનો માર પડવાનો છે. એવી ઘણી વસ્તુઓ છે જે 1 એપ્રિલથી મોંઘી થઈ જશે. તેનો સીધો બોજ સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. સામાન્ય માણસ જે પહેલેથી જ મોંઘવારીની આગમાં સળગી રહ્યો છે. ચીજવસ્તુઓના ભાવ વધવાને કારણે તેમની મુશ્કેલીઓમાં વધુ વધારો થશે. જો કે એપ્રિલમાં કેટલીક વસ્તુઓના ભાવ પણ નીચે આવવાના છે. અહીં અમે તમને મોંઘી અને સસ્તી બંને વસ્તુઓની યાદી આપવા જઈ રહ્યા છીએ. તેનાથી તમને કોઈ પણ પ્રકારની પરેશાની નહીં થાય. ચાલો જણાવીએ કે એપ્રિલમાં શું થશે મોંઘુ અને શું સસ્તું થશે.


આ વસ્તુઓ મોંઘી થશે


સરકાર 1 એપ્રિલ 2023થી આયાત ડ્યૂટી વધારવાની યોજના બનાવી રહી છે. તેનું કારણ સ્થાનિક ઉદ્યોગને મજબૂત બનાવવાનું છે. જો સરકાર ઈમ્પોર્ટ ડ્યુટી વધારશે તો ઘણી વસ્તુઓના ભાવ વધી જશે. તેમાં પ્લાસ્ટિકની વસ્તુઓ, જ્વેલરી, હાઈ-ગ્લોસ પેપર, વિટામિન્સ, પ્રાઈવેટ એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને હાઈ-એન્ડ ઈલેક્ટ્રોનિક્સની કિંમતો વધી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2023માં જાહેરાત કરી હતી કે 1 એપ્રિલથી ઇલેક્ટ્રિક ચીમની, સોનું અને પ્લેટિનમ જેવી વસ્તુઓની કિંમતો વધશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીમની પર કસ્ટમ ડ્યૂટી 7.5 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવી છે.


આ વસ્તુઓ સસ્તી થશે


નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે 1 એપ્રિલથી કેમેરા લેન્સ, સ્માર્ટફોન જેવી ચીજો સસ્તી થઈ જશે. બજેટની રજૂઆત દરમિયાન, કપડાં, ફ્રોઝન મસલ્સ, ફ્રોઝન સ્કીડ, હિંગ અને કોકો બીન્સ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કેન્દ્રએ એસિટિક એસિડ, કટ અને પોલિશ્ડ હીરા અને સેલ ફોન માટેના કેમેરા લેન્સ પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે. કેન્દ્રએ લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવતા હીરા બનાવવા માટે વપરાતા બીજ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાં પણ ઘટાડો કર્યો છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.