Election તટસ્થતાથી થાય તે માટે Congressએ મતદાતાઓને કરી અપીલ, જો મતદાર પર દબાણ કરવામાં આવે છે તો ફોન રેકોર્ડિંગ કરો અને...!


  • Published By :
  • Published Date : 2024-04-24 13:22:51

પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠતા હોય છે. ત્યારે એક સવાલ, એક આરોપ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા લગાવવામાં આવ્યો છે...! સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં પોલીસ અને તંત્ર પર આરોપ લગાવવમાં આવ્યો છે કે પોલીસ અને તંત્ર દ્વારા ડરાવી, ધમકાવી કે સત્તાધારી પક્ષ તરફી મતદાન કરાવવા માટે મતદાતા પર દબાણ કરવામાં આવી રહ્યું છે તેવી રજૂઆતો મારી (શક્તિસિંહ ગોહિલ) પાસે આવી છે. સાથે સાથે લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે જો આવું કૃત્ય કરવામાં આવી રહ્યું છે તો તેનું રેકોર્ડિંગ કરવામાં આવે અને વોટ્સઅપ નંબર 8200059989 પર મોકલવામાં આવે...

સોશિયલ મીડિયા પર શક્તિસિંહ ગોહિલે લખ્યું કે.. 

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો દરેક નાગરિકની ફરજ છે.. મતદાન કરી લોકશાહીને જાળવવી એ આપણી ફરજ છે.. પોતાના પસંદના ઉમેદવારને મત આપી મતદાતાઓ સંસદ તેમને પહોંચાડતા હોય છે.. ચૂંટણી પક્ષપાત વગર તટસ્તાથી પૂર્ણ થાય તેની જવાબદારી તંત્રની અને પોલીસની હોય છે... ત્યારે પોલીસ અને તંત્રને લઈ શક્તિસિંહ ગોહિલ દ્વારા વાત કરવામાં આવી છે.. સોશિયલ મીડિયા પર અનેક મતદાતાઓને ડરાવી ધમકાવીને સત્તાધારી પક્ષને મત આપવા માટે ફોર્સ કરવામાં આવે છે પોલીસ અને તંત્ર દ્વારા આવી અનેક રજૂઆત કોંગ્રેસને મળી છે તેવી વાત શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી છે...



શક્તિસિંહ ગોહિલે કહ્યું કે.... 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શક્તિસિંહ ગોહિલ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં તેમણે આ અંગેની વાત કરી છે...  ટ્વિટમાં તેમણે લખ્યું છે  ચૂંટણીનું પવિત્ર પર્વ ભય કે પક્ષપાત વગર તટસ્થતાથી યોજાય એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત. પોલીસ અને તંત્ર દ્વારા ડરાવી, ધમકાવી  કે સત્તાધારી પક્ષ તરફી મતદાન કરાવવા માટે મતદાતા પર દબાણ કરવામાં આવી રહ્યું છે તેવી રજૂઆતો મારી પાસે આવી છે. હું સૌ જાગૃત મતદાતાઓને કહેવા માગું છું કે, પોલીસ કે તંત્ર દ્વારા આપને મતદાન બાબતે ધમકાવવામાં આવતા હોય તો આ ગુન્હાહીત કૃત્યનું  મોબાઈલ ફોનમાં વિડીયો કે ઓડિયો રેકોર્ડિંગ કરો,  CCTV કેમેરા હોય તો તેની ફૂટેજ મેળવીને કોંગ્રસ પક્ષના વોરરૂમના વોટ્સઅપ નંબર 8200059989 પર મોકલો. અમારી ટીમ કાયદાકીય કાર્યવાહી કરશે.

તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ જનસેવક છે. આપનો ધર્મ  તટસ્થતાથી ભય વગર કામ કરવાનો છે અને આપ આપની પવિત્ર ફરજ જનસેવક તરીકેની બજાવશો તેવી અપેક્ષા.     



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.