મહાઠગ કિરણ પટેલની કસ્ટડી જમ્મુ અને કાશ્મીર પોલીસને સોંપાઈ, આકાંક્ષા ક્રિએશનના માલિક પિયુષ પટેલની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-04-25 15:33:25

વડાપ્રધાન કાર્યાલય (PMO)માં ઉચ્ચ અધિકારી હોવાનો સ્વાંગ રચીને અનેક લોકો સાથે ઠગાઈ આચરનારા મહાઠગ કિરણ પટેલને ફરીજમ્મુ અને કાશ્મીર મોકલાયો છે. કિરણ પટેલ મામલે જમ્મુ પોલીસે ત્વરીત કાર્યવાહી હાથ ધરી છે. કિરણ પટેલ ઉપરાંત આકાંક્ષા ક્રિએશનના માલિક પિયુષ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કિરણ પટેલ સામે જમ્મુ અને અમદાવાદમાં ગુના દાખલ થયા છે. કિરણ પટેલ PMOમાં અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને ઝેડ પ્લસ સિક્યોરિટી લેવાના કેસમાં શ્રીનગર પોલીસની કસ્ટડીમાં હતો. કિરણની પત્ની માલિની પણ અમદાવાદની જેલમાં બંધ છે.


શ્રીનગર પોલીસને સોંપાઈ કસ્ટડી


પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત પોલીસે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ પૂર્ણ કર્યા બાદ સોમવારે આ હાઈપ્રોફાઈલ કેસ શ્રીનગરના નિશાત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. કિરણભાઈ પટેલને સેન્ટ્રલ જેલ શ્રીનગર મોકલવામાં આવશે. ગુજરાત પોલીસે સોમવારે કિરણભાઈ પટેલની કસ્ટડી શ્રીનગર પોલીસને સોંપી છે, જેથી તેની સામે વધુ તપાસ થઈ શકે.


કોણ છે પિયુષ પટેલ?


જમ્મુ અને કાશ્મીર પોલીસે આ કેસમાં પૂછપરછ માટે આકાંક્ષા ક્રિએશનના માલિક પિયુષ કાંતિભાઈ પટેલની અમદાવાદથી ધરપકડ કરી છે.પિયુષભાઈ પટેલની જમ્મુ અને કાશ્મીરની નિશાત પોલીસે ધરપકડ કરી છે. આરોપી પિયુષભાઈ પટેલ ગુજરાતમાં આકાંક્ષા ક્રિએશન પ્રિન્ટીંગ પ્રેસનો માલિક છે. તેની સામે 2023માં FIR નંબર 25ની ફરિયાદ શ્રીનગરના  નિશાત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે.


કાશ્મીરથી અમદાવાદ પરત લવાયો હતો


કિરણ પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાંથી કેસ નોંધ્યા બાદ કસ્ટડીમાં લેવા ગુજરાત પોલીસની એક ટીમ મંગળવારે ( 4 એપ્રિલ) કાશ્મીર પહોંચી હતી. ક્રાઇમ બ્રાંચ દ્વારા શ્રીનગરથી ટ્રાન્સફર વોરંટથી મહાઠગ કિરણ પટેલની કસ્ટડી લેવામાં આવી હતી. કિરણ પટેલને 36 કલાકનો પ્રવાસ કરી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ લવાયો હતો.મહાઠગ કિરણ પટેલ 18 એપ્રિલ બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ પર હતો. 


કિરણ પટેલ સામે નોંધાઈ હતી FIR


મહાઠગ કિરણ પટેલની સામે એક ઈવેન્ટ કંપનીના માલિકે 3.51 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી. જે બાદ અમદાવાદમાં કન્સ્ટ્રક્શનનું કામ કરતાં એક વ્યક્તિએ 80 લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે કિરણ પટેલના જામીન પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં જમીનની ઠગાઈ કેસમાં કિરણ પટેલના વધુ જામીનની માંગ કરી હતી. કોર્ટે કિરણના 21 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.