રામચરિત માનસને લઈ કરાયેલા નિવેદન પર વધ્યો વિવાદ, રાજુદાસ મહારાજે કરી આ જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-01-30 13:53:29

રામચરિત માનસને લઈ સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. નિવેદન બાદ વિવાદ ઉભો થઈ ગયો છે. તેમના નિવેદન પર અનેક લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે રવિવારે રાજુદાસે એક વીડિયો બનાવી જાહેર કર્યો હતો જેમાં તેઓ કહીં રહ્યા છે કે જે કોઈ સ્વામી પ્રસાદનું માથું તેમના ઘડથી અલગ કરી દેશે તેને 21 લાખનું ઈનામ આપવામાં આવશે.


નિવેદન આપ્યા બાદ નેતાએ કરી વિવાદાસ્પદ ટ્વિટ   

થોડા સમય પહેલા સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી મૌર્યએ રામચરિત માનસને લઈને નિવેદન આપ્યું હતું. તેમના નિવેદન પર વિવાદ છેડાઈ ગયો છે. પહેલા નિવેદનને લઈ વિવાદ શાંત થયો ન હતો ત્યારે તો તેમણે આ મુદ્દે એક ટ્વિટ કરી હતી. રવિવારે ફરી એક વખત રામચરિત માનસ અંગે ટ્વિટ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે તેઓ ધર્મના આહ્વાન કરીને આદિવાસીઓ, પછાત અને મહિલાઓને અપમાનિત કરવાના ષડયંત્રનો વિરોધ કરતા રહેશે. જેમ કુતરાના ભસવાથી હાથી તેની ચાલ બદલી શકતો નથી તેવી જ રીતે જ્યાં સુધી હું તેમનો આદરી નહીં અપાવી શકું ત્યાં સુધી હું મારી વાત બદલીશ નહી. તેમના આ ટ્વિટને લઈ ફરી વિવાદ છેડાયો છે. આ નિવેદન બાદ અનેક સંતોએ સ્વામી પ્રસાદને અજ્ઞાની બતાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

रामचरित मानस:हनुमानगढ़ी के महंत राजूदास का एलान, स्वामी प्रसाद का सिर तन से  जुदा करने वाले को 21 लाख का इनाम - Ram Charit Manas Controversy Hanuman  Garhi Mahant Raju ...

21 લાખ આપવાની રાજુદાસે કરી જાહેરાત 

આ નિવેદન પર હનુમાનગઢીના પૂજારી રાજુદાસે પ્રતિક્રિયા આી છે. રાજુદાસે નેતા વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે જે કોઈ સ્વામી પ્રસાદનું માથું ઘડથી અલગ કરી દેશે તેને 21 લાખનું ઈનામ આપવામાં આવશે. તે સિવાય પીજીઆઈના વૃંદાવન કોલોનીમાં રવિવારે સવારે રામચરિત માનસને ફાડવામાં આવી હતી અને તે બાદ બાળી પણ નાખવામાં આવી હતી. રામચરિત માનસને સળગાવવા વાળા ઓબીસી મહાસભાના પદાધિકારીઓ હતા.     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે