રિચા ચઢ્ઢાની ટ્વિટને લઈ વકર્યો વિવાદ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-26 15:19:28

બોલિવુડ અભિનેત્રી રિચા ચઢ્ઢાએ સેનાને લઈ એક ટ્વિટ કરી હતી જેને કારણે તેઓ ફરી વખત વિવાદમાં ઘેરાઈ ગયા છે. રિચા ચઢ્ઢાએ ઉત્તરી આર્મી કમાન્ડર લેફેટન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના પીઓકેની  ટ્વિટ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. પોતાના નિવેદનમાં ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે ભારતીય સેના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને પાછી લાવવાનો વાત કરી હતી. આ બાદ વિવાદ વકર્યો છે.

Image

અભિનેતાઓ આપી રહ્યા છે પ્રતિક્રિયા 

આ ટ્વિટ પર અનેક અભિનેતાઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અક્ષય કુમારે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી જ્યારે પરેશ રાવલે પોતાની પ્રતિક્રિયા આપી છે. પરેશ રાવેલે કહ્યું કે ઈન્ડિયન આર્મી છે તો અમે છીએ. અક્ષયકુમારે પ્રતિક્રિયા આપતા લખ્યું કે આ જોઈને મને દુખ થયું છે. આપણી ભારતીય સેના પ્રત્યે આપણે Ungrateful ના થઈ શકીએ. મધ્યપ્રદેશના ગૃહમંત્રીએ નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે સેનાનું અપમાન કરી રાષ્ટ્રભક્તની લાગણીને દુભાવી છે.   



બોલિવુડમાં જોવા મળ્યો બોયકોટ ટ્રેન્ડ

આ ટ્વિટનો વિવાદ પ્રતિદિન વધી રહ્યો છે. થોડા સમય બાદ રિયાની ફિલ્મ ફુકરે-3 આવી રહી છે. આ વિવાદને આ ફિલ્મને બોયકોટ કરવાની માગ ઉઠી રહી છે. સોશિયલ મીડિયા પર આ નિવેદનને કારણે આકરી ટિકાઓ પણ થઈ રહી છે. ઘણીવાર બોલિવુડ કલાકારો એવા નિવેદનો આપતા રહે છે જેને કારણે તેઓ વિવાદમાં ઘેરાઈ જાય છે. ફરી એક વખત બોલિવુડમાં બોયકોટનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.       




ગુજરાતમાં પરષોત્તમ રૂપાલાનો વિરોધ છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરષોત્તમ રૂપાલા પહેલા ગામડે ગામડે જઈ વિરોધ કરતા હતા પરંતુ હવે તેમણે રણનીતિ બદલી છે.

બનાસકાંઠા લોકસભા બેઠક માટે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોર અનેક વખથ આક્રામક દેખાયા છે ત્યારે પાટણમાં કોંગ્રેસની જનસભાને સંબોધતા તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા ઉપરાંત પીએમ મોદીનો ઉલ્લેખ પણ કર્યો હતો.

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમને કરવો પડી રહ્યો છે. અનેક વખત તેમની સભામાં ક્ષત્રિય સમાજના લોકો ઘૂસી આવે છે અને રૂપાલા હાય હાયના નારા લગાવે છે..

રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.