ઓડિશા રેલ દુર્ઘટના મામલે CBIએ FIR દાખલ કરી, CBIની ટીમે ઘટના સ્થળનું કર્યું નિરીક્ષણ


  • Published By :
  • Published Date : 2023-06-06 21:32:37

ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ CBIને સોંપવામાં આવ્યા બાદ CBIએ આજે 6 જૂનનાં રોજ CBIએ પહેલી FIR નોંધી છે. CBI અધિકારીએ જણાવ્યું કે એક ટીમે બાલાસોર પહોંચીને ઘટના સ્થળનું નિરિક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું કે CBIએ રેલ મંત્રાલયની વિનંતી, ઓડિશા સરકારની સહમતિ અને કેન્દ્ર સરકારનાં આદેશોનાં આધારે કોરોમંડલ એક્સપ્રેસ, યશવંતપુર-હાવડા એક્સપ્રેસ અને એક માલગાડી સંબંધિત ટ્રેન દુર્ઘટનાનાં મામલામાં કેસ નોંધ્યો છે. 


CBIની ટીમે ઘટના સ્થળનું કર્યું નિરિક્ષણ


CBIની ટીમે મંગળવારે સિગ્નલ રૂમ અને રેલ પટરીઓનું નિરીક્ષણ કર્યું. સાથે જ બાહાનગા બજાર રેલ્વે સ્ટેશન પર તૈનાત રેલ્વે અધિકારી સાથે પૂછપરછ પણ કરી. CBI અધિકારીઓની સાથે ફોરેંસિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ફોરેંસિક ટીમે પણ સિગ્નલ રૂમનાં કર્મચારીઓ  સાથે વાતચીત કરી અને ઉપકરણોનાં ઉપયોગ અને તેમનાં કામ કરવાની રીત અંગે માહિતી મેળવી.


ઓડિશાના બાલાસોર નજીક સર્જાઈ હતી દુર્ઘટના


અત્રે ઉલ્લેખનિય છે કે હાવડાથી ચેન્નઈ તરફ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન શુક્રવારે સાંજે એક મોટા અકસ્માતનો શિકાર બની હતી. મળતી માહિતી મુજબ આ ટ્રેન ઓડિશાના બાલાસોરથી લગભગ 40 કિલોમીટર દૂર એક માલગાડી સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 278 લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે