કોરોનાના સંભવિત ખતરાને લઈ કેન્દ્ર સરકાર એક્શનમાં, રાજ્યો માટે જાહેર કરી ગાઈડલાઈન્સ


  • Published By :
  • Published Date : 2022-12-26 12:39:50

ચીન સહિત દુનિયાના અનેક દેશોમાં Omicron ના સબ-વેરિઅન્ટ BF.7 (Omicron BF.7)થી સંક્રમણના વધતા કેસ બાદ ભારત સરકાર પણ સતર્ક બની ગઈ છે. કોવિડ-19ને લઈને કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સંપુર્ણ ગાઈડલાઈન્સ આપી છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને શ્વસન રોગોની દેખરેખ માટે હોસ્પિટલ-આધારિત સિસ્ટમને મજબૂત કરવા કહ્યું છે જેથી દેશમાં ગમે ત્યાંથી કેસ વધવાના સંકેતો ઝડપથી મળી શકે.


કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ શું છે?


કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠકમાં વિનંતી કરી હતી કે તેઓ પોઝિટિવ કેસના સેમ્પલના સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ માટે સર્વેલન્સ સિસ્ટમને મજબૂત કરે જેથી INSACOG નેટવર્ક દ્વારા વેરિઅન્ટને ટ્રેક કરી શકાય જેથી નવા પ્રકારોની સમયસર શોધ થઈ શકે. INSACOG નિયમિતપણે કોવિડ પોઝિટિવ સેમ્પલની જીનોમ સિક્વન્સિંગ કરી રહ્યું છે. તે ઉપરાંત કોરોના વ્યવસ્થાપન અને રસીકરણની પ્રગતિ અંગેની સમીક્ષા બેઠકમાં 23 ડિસેમ્બરે કહ્યું હતું કે સ્વાસ્થ્ય સુવિધા આધારિત સિસ્ટમની સાથે શ્વસન વાયરસ સંબંધિત દેખરેખ પર પણ ધ્યાન આપવું જોઈએ. વિવિધ રાજ્યોમાં ગટર અને ગંદા પાણીની દેખરેખ પર પણ ભાર મૂકવો જોઈએ કારણ કે લોકો પણ તેમના મળ દ્વારા વાયરસ ફેલાવી શકે છે. દેશના કેટલાક વિસ્તારોમાં કોવિડ-19 અથવા શ્વસન સંબંધી રોગોથી સંબંધિત હોસ્પિટલમાં દાખલ થવામાં અચાનક વધારો થાય છે, તો તે આપણા માટે ખતરાની ઘંટડી સમાન છે, તેથી તમામ હોસ્પિટલોએ નજીકથી નજર રાખવી જોઈએ અને જો કોઈ હોય તો અસામાન્ય પેટર્ન પણ ઓળખવા જોઈએ.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.