કોરોનાનો FLiRT વેરિઅન્ટ કોરોના કરતા વધારે ખતરનાક? જાણો શું છે નવા વેરિઅન્ટના લક્ષણો, શું છે નિષ્ણાતોનો મત?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-16 15:46:43

2019માં આવેલા કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો.. અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે.. કોરોનાનો સમય આપણે કેવી રીતે વિતાવ્યો છે તે કહેવાની જરૂર નથી.. કોરોના શબ્દ સાંભળતા જ એ લોકોને કંપારી છૂટી જતી હોય છે જે લોકોને કોરોના થયો હતો.. સમયાંતરે કોરોનાના અનેક નવા વેરિયન્ટ સામે આવ્યા જે એકદમ ભયંકર હતા.. ત્યારે કોરોનાનો એક નવો વેરિયન્ટ વિશ્વના અનેક ભાગોમાં જોવા મળી રહ્યો છે અને તે છે ફ્લર્ટ...

કોરોનાનો નવો વેરિઅન્ટ સામે આવ્યો.! 

વિશ્વભરમાં અને ખાસ કરીને યુનાઈટેડ સ્ટેટ્સ , યુનાઈટેડ કિંગડમ , દક્ષિણ કોરિયામાં કોવિડનો નવો વેરિઅન્ટ કેપી.૨ જેનું હુલામણું નામ ફ્લર્ટ છે તે મળી આવ્યો છે. કોવિડનો આ વેરિઅન્ટ ભારતમાં પણ ડિટેક્ટ થયો છે જેને કારણે આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.. આ નવા વેરિયન્ટના લક્ષ્ણોની વાત કરીએ તો આના લક્ષ્ણો આગળના વેરિયન્ટ ઓમિક્રોન જેવા જ છે... જેમ કે તે ઉપરના ગળા સુધીના શ્વસન તંત્રને અસર કરે છે . આ ફ્લર્ટથી ગળામાં ખરાશ,તાવ,કફ , નાકમાંથી સતત પાણી ટપક્યા કરવું , માથું દુખવું, થાક લાગવો, સ્વાદ તેમજ  સુગંધ જતા રહેવા. સાથે જ પેટમાં પણ તકલીફ જોવા મળે છે...


નિષ્ણાતો શું કહે છે આ વેરિઅન્ટને લઈ? 

મહત્વનું છે આ જે આરોગ્ય નિષ્ણાતો આ વેરિયન્ટ પર અભ્યાસ કરી રહ્યા છે તેમના મત અનુસાર આ વેરિયન્ટથી ચિંતાનો વિષય નથી.. ઉપરાંત અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને preventionએ પણ કહ્યું છે કે  કેપી. ૨થી કોઈ પણ પ્રકારના મોટા નુકશાનની સંભાવનાઓ ઓછી છે. નુકશાનની સંભાવનાઓ ઓછી છે પરંતુ સાથે સાથે  સાવચેતી રાખવી પણ જરૂરી છે.. વૃદ્ધ લોકોને આ વેરિયન્ટથી વધારે સાચવવાની જરૂર છે.. કારણ કે તેમની ઈમ્યુનિટી ઓછી હોય છે... 

  

શું લેવા જોઈએ સાવચેતીના પગલા? 

આ વેરિઅન્ટથી બચવાના ઉપાયની વાત કરીએ તો આ વખતે પણ એ જ પ્રિકોશન રાખવાના છે જે આપણે કોરોના સમયે રાખતા હતા... સોશ્યિલ distance રાખવું , માસ્ક પહેરવા જોઈએ ,સાથે જ એવી જગ્યાઓએ વધારે રહેવું જોઈએ જ્યાં હવાની અવર જવર વધારે હોય . એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે FLIRT વેરિઅન્ટનો ટ્રાન્સમિશન રેટ ખુબ જ ઝડપી છે.  તે ઇન્ફેકશનની એક વેવ પણ ઉભી કરી શકે છે... 



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.