માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને કોર્ટે ગણાવ્યા દોષી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક નેતાઓએ કરી ટ્વિ્ટ


  • Published By :
  • Published Date : 2023-03-23 16:44:13

2019માં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું હતું કે બધા ચોરની અટક મોદી કેમ છે? મોદી સરનેમ અંગે ટિપ્પણી કરવા બદલ પૂર્વમંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. સુરત કોર્ટમાં આજે આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરાયા છે. રાહુલ ગાંધી પર આપવામાં આવેલા ચૂકાદાને લઈ અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. પ્રિયંકા ગાંધી, અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓએ પ્રતિકિયા આપી છે. 

 

સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ગણાવ્યા 

મોદી સમાજને લઈ રાહુલ ગાંધીએ 2019 દરમિયાન ચૂંટણી પ્રચારમાં નિવેદન આપ્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે બધા ચોરની અટક મોદી કેમ છે? ત્યારે આ નિવેદનને લઈ પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.સુરત કોર્ટમાં આની કેસને લઈ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે રાહુલ ગાંધીને દોષી ગણાવ્યા છે. સજા મળતાં જ તેમને જામીન મંજૂર થઈ ગયા હતા. ત્યારે આ સજા પર કોંગ્રેસના અનેક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. 30 દિવસ સુધી રાહુલ ગાંધીની સજા પર રોક લાગી ગઈ છે. 


પ્રિયંકા ગાંધીએ સજા બાદ આપી પ્રતિક્રિયા 

પ્રિયંકા ગાંધીએ આ વાતને લઈ ટ્વિટ કરી હતી. પ્રિયંકા ગાંધીએ લખ્યું કે ડરી ગયેલી પૂરી મિશનરી સામ, દામ, દંડ, ભેદ લાગુ કરીને રાહુલ ગાંધીનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. મારા ભાઈ ક્યારેય ડર્યા નથી અને ક્યારેય ડરશે પણ નહીં. સત્ય બોલતા જીવ્યા છે, સત્ય બોલતા રહે છે. દેશના લોકોનો અવાજ ઉઠાવતા રહેશે. સત્યની તાકાત અને કરોડો દેશવાસીનો પ્રેમ તેમની સાથે છે. 


રાહુલ ગાંધી તેમજ અરવિંદ કેજરીવાલેએ કર્યું ટ્વિટ

સજા મળ્યા બાદ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારા ભગવાન છે, અહિંસા તેમને પામવાનો રસ્તો છે. તે ઉપરાંત અરવિંદ કેજરીવાલે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. અરવિંદ કેજરીવાલે લખ્યું કે બીજેપી સિવાયના અન્ય પક્ષો અને પાર્ટીઓ પર કેસ કરી તેમને ખતમ કરવાની સાજિશ થઈ રહી છે. અમારે કોંગ્રેસથી મતભેદ છે પરંતુ રાહુલ ગાંધીને આવી રીતે માનહાનિના કેસમાં ફસાવું ઠીક નથી. જનતા અને વિપક્ષનું કામ છે સવાલ પૂછવાનું. અમે કોર્ટનું સન્માન કરીએ છીએ પરંતુ આ નિર્ણયથી અમે અસહેમત છીએ. 


કોંગ્રેસે સોશિયલ મીડિયા પર બદલ્યું પ્રોફાઈલ પિક્ચર  

તે સિવાય મલ્લિકાર્જુન ખડગેએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું કે કાયર, તાનાશાહ ભાજપ સરકાર રાહુલ ગાંધી અને વિપક્ષથી તિલમિલાઈ ગયું છે. કારણ કે અમે તેમના કાળા કારનામાઓ સામે લાવી રહ્યા છીએ. તે સિવાય રાજસ્થાનના મુખ્યમંત્રી અને ભૂપેશ બાઘેલે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે પોતાનું સોશિયલ મીડિયા પ્રોફાઈલ પિક્ચર પણ બદલી દીધું છે જેમાં રાહુલ ગાંધીનો ફોટો મૂકવામાં આવ્યો છે અને લખવામાં આવ્યું છે કે ડરો મત..

   


ભાજપના નેતાઓએ પણ આપી પ્રતિક્રિયા 

કોંગ્રેસ સિવાય ભાજપના અનેક નેતાઓએ પણ પ્રતિક્રિયા આપી છે. સી.આર.પાટીલે કહ્યું કે સજા બાદ રાહુલ ગાંધીમાં સુધારો થાય તો દેશ માટે સારી વાત કહેવાશે. પૂર્ણેશ મોદીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમારી ફરિયાદના આધારે કોર્ટે જે ચૂકાદો આપ્યો છે તેને હું આવકારૂ છું.                        



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.