ભારતમાં ઓમિક્રોનના 11 સબ વેરિયેન્ટ્સ મળ્યા, વિદેશી મુસાફરોની ટેસ્ટિંગમાં થયો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-01-05 16:11:33

દુનિયાભરમાં કોરોનાના વધતા કેસ વચ્ચે ભારતમાં અત્યાર સુધી એરપોર્ટ અને બંદરોથી આવતા આંતરરાષ્ટ્રિય મુસાફરોની તપાસમાં ઓમિક્રોનના 11 સબ વેરિયેન્ટ્સ મળ્યા છે. ગૃહ મંત્રાલયના સુત્રોના જણાવ્યા પ્રમાણે 24 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી વિદેશથી આવેલા કુલ 19,227 પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કરાયો હતો જેમાંથી 124 કોરોના પોઝિટીવ નીકળ્યાં હતા. 


6 દેશોના મુસાફરોનું ટેસ્ટીંગ


ભારતમાં કોરોના ન ફેલાય એટલે સરકારે 1 જાન્યુઆરથી 2023થી છ દેશોમાંથી આવનાર પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કર્યો હતો. આ છ દેશોમાંથી આવનાર લોકો માટે એરપોર્ટ પર કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવ્યો તેથી 124 કોરોના પોઝિટીવ મળ્યા છે. મુસાફરોની તપાસમાં ઓમિક્રોનના 11 સબ વેરિયેન્ટ્સ મળ્યા છે.


ઓમિક્રોનના કયા છે 11 સબ વેરિયેન્ટ્સ


ઓમિક્રોનના 11- સબ વેરિયેન્ટ્સની મુળ વાત કરીએ તો  XBB 1, 2, 3, 4,5 ની સંખ્યા સૌથી વધુ મળ્યા છે. ત્યાં જ  BA.5, BQ 1.1 અને BQ1.122, BQ 1. 1.5, CH1.1, CH.1.1.1, BF.7.4.1, BB3 પણ સંક્રમિતોમાં જોવા મળ્યા છે. જો કે આ પ્રકારના વેરિયેન્ટની કોઈ વિપરીત અસર જોવા મળતી નથી. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ તમામ વિરિયંન્ટ પર ભારતીય રસીની સંતોષજનક અસર જોવા મળી છે. તેથી જ હાલ તુરંત નવી વેક્સિનની જરૂર અનુભવાઈ નથી.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.