કોરોનાને લઈ સરકાર એક્સનમાં, 1 જાન્યુઆરીથી આ દેશના યાત્રિકો માટે RT-PCR ટેસ્ટ અનિવાર્ય


  • Published By :
  • Published Date : 2022-12-29 18:58:41

ચીનમાં વધેલા કોરોના સંક્રમણના કારણે દુનિયાના અન્ય દેશો જેવા કે હોંગકોંગ,જાપાન, દક્ષિણ કોરીયા, થાઈલેન્ડ, સિંગાપુર અને અમેરિકામાં પણ કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. વૈશ્લિક સ્તરે કોરોના વધતા કેસને લઈને હવે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. 


RT-PCR ટેસ્ટ અનિવાર્ય


કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ 1 જાન્યુઆરી 2023થી ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરીયા, થાઈલેન્ડ, સિંગાપુરના યાત્રિકો માટે RT-PCR ટેસ્ટ અનિવાર્ય બનાવી દીધો છે. તેમણે મુસાફરી પહેલા પોતાનો રિપોર્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવો પડશે.


દેશમાં કોરોના સંક્રમણ દર 0.11 ટકા


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે હાલ દેશમાં દૈનિક સંક્રમણ દર 0.11 ટકા છે. તે જ રીતે સાપ્તાહિક સંક્રમણ દર  0.17 ટકા છે. છેલ્લા 24 કલાકમાં  2,36,919 સેમ્પલની કોવિડ-19 સંબંધીત તપાસ કરવામાં આવી. દેશભરમાં કોરોનાથી મૃત્યુ દર 1.19 ટકા છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનથી અત્યાર સુધીમાં દેશભરમાં કોવિડ-19 વિરોધી રસીના 220.08 કરોડ ડોઝ લગાવવામાં આવ્યા છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે