covid-19: દેશમાં વિદેશથી આવેલા પ્રવાસીઓએ ચિંતા વધારી, દિલ્હીમાં 4 તો કોલકાત્તામાં 2 કેસ નોંધાયા


  • Published By :
  • Published Date : 2022-12-26 19:13:43

ચીનમાં કોરોનાના કેસમાં રેકોર્ડ વધારો થયો છે, ભારત સરકારે પણ કોરોનાના વધતા કેસને જોઈને રાજ્ય સરકારોને વિગતવાર ગાઈડલાઈન્સ આપી છે. આ દરમિયાન વિદેશમાંથી ભારત આવેલા કેટલાક લોકો કોરોના સંક્રમિત જણાયા છે. આજે દિલ્હીમાં 4 જ્યારે કોલકાત્તામાંથી 2 કોરોના સંક્રમિત મળી આવતા કેન્દ્ર સરકાર એક્સનમાં આવી છે.


દેશમાં કોરોનાને લઈ શું છે ઘટનાક્રમ


ઉત્તર પ્રદેશના આગ્રામાં ચીનથી પરત ફરેલા યુવકનો કોરોના પોઝિટિવ મળી આવતા રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.  આરોગ્ય વિભાગ 7 દિવસ સુધી તેની ચુવકને તેની દેખરેખ હેઠળ રાખશે. દરમિયાન, યુવાનોના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે લખનૌના કેજીએમયુમાં મોકલવામાં આવશે.


રાજધાની દિલ્હીમાં મ્યાનમારથી પરત ફરેલા ચાર અને દુબઈ અને મ્યાનમારથી આવેલા 2 નવા કોરોના કેસ કોલકાતામાં મળી આવ્યા છે.


બિહારના બોધ ગયામાં બ્રિટન અને મ્યાનમારના વિદેશી નાગરિકો પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. તે જ સમયે, રાજ્ય સરકારે હવે બોધગયા આવેલા વિદેશી પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ લેવાનું શરૂ કર્યું છે.


કોરોના સંક્રમણ ફેલાતું રોકવા માટે કેન્દ્રએ એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોની રેન્ડમ ટેસ્ટિંગનો આદેશ આપ્યો છે. દરેક ફ્લાઇટમાંથી 2 ટકા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવશે.


આ સાથે જ, કેન્દ્રએ એવા દેશોના તમામ પ્રવાસીઓ માટે RTPCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે જ્યાં કોરોના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આમાં ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગ-કોંગ, બેંગકોક વગેરે છે.


દેશમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને હિમાચલ પ્રદેશ સરકારે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે.


ઉત્તર પ્રદેશમાં પણ પોલીસ અને આરોગ્ય કર્મચારીઓ માટે માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. તો, સામાન્ય લોકોના સંબંધમાં ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે.


દેશમાં કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ ઉત્તરાખંડ સરકારે પણ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે.


એ જ રીતે કર્ણાટક, મુંબઈ અને દિલ્હીની AIIMSમાં પણ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.


કર્ણાટકમાં સિનેમાઘરો, શાળાઓ અને કોલેજોમાં માસ્ક ફરજિયાત બનાવાયા છે. પબ, રેસ્ટોરન્ટ અને બારમાં નવા વર્ષની ઉજવણી માટે પણ માસ્ક ફરજિયાત રહેશે. સવારે 1 વાગ્યા પછી નવા વર્ષની ઉજવણી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે