ચીનમાં કોરોનાથી હાહાકાર, દરરોજ 10 લાખ નવા કેસ, 5 હજાર મોત, નવા રિપોર્ટે ચિંતા વધારી


  • Published By :
  • Published Date : 2022-12-22 15:46:19

ચીનમાં કોરોના સંક્રમણે ફરી માથું ઉચક્યું છે, આ વખતે Corona BF.7 Variantને સમગ્ર દેશમાં કહેર મચાવ્યો છે. એક નવા રિપોર્ટે ચાઈનીઝ ઓથોરિટીની ચિંતા વધારી છે, આ નવા રિપોર્ટ પ્રમાણે દેશભરમાં લગભગ 10 લાખ નવા કેસ નોંધાઈ રહ્યા છે. જ્યારે 24 કલાકમાં પાંચ હજાર લોકોના મોત થયા છે.


લંડનની એનાટિક્સિ ફર્મે જાહેર કર્યો રિપોર્ટ


ચીનમાં વધઈ રહેલા કોરોના સંક્રમણ અંગે લંડન સ્થિત જાણીતા એનાટિક્સિ ફર્મ એયરફિનિટી લિમિટેડએ આંકડા ટાંકીને રિપોર્ટ  રજુ કર્યો છે. દેશમાં અત્યંત સંક્રામક  Corona BF.7 Variantના  કારણે સંક્રમણ વધ્યું છે. ચીનમાં કોરોના નિયમો હળવા કરાયા ત્યારથી જ આ નવો વેરિયન્ટ વધુ આક્રમક બન્યો છે. તેના કારણે જ દેશમાં નવા કેસની સંખ્યા 3.7 લાખ થઈ શકે છે, જ્યારે માર્ચમાં આંકડો વધીને 42 લાખ સુધી પહોંચી શકે છે. 


ચીન સરકારે આંકડાની જાહેરાત બંધ કરી 


ચીનમાં કોવિડ સંક્રમણ અંગેના સત્તાવાર આંકડા જાહેર કરવાનું સરકારે બંધ કર્યું છે. આ કારણે જ કોરોનાની સાચી સ્થિતી અંગે માહિતી મળતી નથી, જો કે એવું અનુમાન છે કે રાજધાની બીજિંગમાં સંક્રમણ દર 50 ટકાથી વધુ રહી શકે છે. જ્યારે સૌથી વધુ કોરોના પ્રભાવિત શહેર અને રાજ્યોમાં આંકડો 70ટકાથી વધુ રહી શકે છે. બીજિંગમાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. દર્દીઓની સંખ્યા એટલી વધુ છે કે દર્દીઓને બેડ મળતા નથી. હોસ્પિટલોમાં દવાઓનો જથ્થો ઘટ્યો છે. આ જ સ્થિતી શ્મશાન ગૃહોની બહાર જોવા મળી રહી છે. મૃતકોના અગ્નિ સંસ્કાર કરવામાં માટે કલાકો સુધી રાહ જોવી પડે છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે