ચીનમાં કોરોનાનો કહેર, 5 મહિનામાં સૌથી વધુ કેસ, ગુઆંગઝુ અને ઝેંગઝૂમાં મિની લોકડાઉન


  • Published By :
  • Published Date : 2022-11-13 16:00:12


ચીનમાં પાંચ મહિના બાદ કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. દેશમાં 12 નવેમ્બરના રોજ કોવિડ-19ના સંક્રમણના 14,878 નવા કેસ નોંધ્યા છે, જે છેલ્લા 5 મહિનામાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ છે. ચીનની રાજધાની બેઇજિંગ તેમજ મેન્યુફેક્ચરિંગ હબ ગણાતા ગુઆંગઝુ અને ઝેંગઝૂમાં કોરોના સંકમણના મોટી સંખ્યામાં કેસ નોંધાતા ફરી ચિંતાનો માહોલ સર્જાયો છે અને ત્યાં મિની લોકડાઉન લાદવામાં આવ્યુ છે.


NHCએ વધતા દૈનિક કેસને લઈ ચિંતા વ્યક્ત કરી


ચીનના નેશનલ હેલ્થ કમિશન (NHC) એ રવિવારે જણાવ્યું હતું કે, ચીનમાં 12 નવેમ્બરના રોજ કોવિડ-19 વાયરસના સંક્રમણના 14,878 નવા કેસ નોંધાયા છે જ્યારે 11 નવેમ્બરે 11,950 કેસ નોંધાયા હતા. ચીનની રાજધાની બેઇજિંગમાં વિક્રમજનક 235 નવા દૈનિક કેસ નોંધાયા છે, જેની સંખ્યા એક દિવસ અગાઉ 116 કેસ હતી. હેનાન પ્રાંતના ઝેંગઝોઉ શહેરમાં એપલ કંપનીના સપ્લાયર ફોક્સકોનનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આવેલો છે, જેમાં દૈનિક 2,642 નવા કેસ નોંધાઈ રહ્યા છે. 


ચીનમાં પાછલા સપ્તાહે કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં વૃદ્ધિ ‘ઝીરો કોવિડ રણનીતિ’ની વચ્ચે અવરોધો ઉભા કરી રહ્યા છે, જેમાં આ વાયરસથી સંક્રમિત તમામ વ્યક્તિને આઇસોલેશન હેઠળ રાખવામાં આવી રહ્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે