ચારધામ યાત્રા પહેલા હાઈવે પર પડી રહી છે તિરાડ, તિરાડો વધતા લોકોમાં ભય


  • Published By :
  • Published Date : 2023-02-20 12:46:24

ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ઘસવાને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. ઘરોમાં તિરાડો પડવાને લીધે લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવાની કામગીરી પણ કરાઈ હતી ઉપરાંત અનેક બિલ્ડીંગોને તોડી નાખવામાં આવી હતી. ત્યારે થોડા દિવસ પહેલા ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રાની જાહેરાત કરી છે પરંતુ  આ યાત્રાની શરૂઆત થાય તે પહેલા જોશીમઠ-બદ્રીનાથ હાઈવે પર 10થી વધારે જગ્યાઓ પર તિરાડો દેખાઈ હતી. જેને લઈ આશંકાઓ સેવાઈ રહી છે કે આગામી દિવસોમાં આ વિસ્તારોમાં તિરાડ વધી શકે છે.

जोशीमठ-बद्रीनाथ हाईवे हाईवे पर 10 KM के हिस्से में दरारों के चलते सड़क टूटने लगी है।

आशंका जताई गई है कि कई जगह दरारों की वजह से हाइवें के बड़े हिस्से धंस सकते हैं।

આવનાર દિવસોમાં વધી શકે છે તિરાડોનું પ્રમાણ

થોડા સમય બાદ ચારધામ યાત્રાની શરૂઆત થવાની છે. જોશીમઠના અનેક ઘરોમાં તિરાડો પડવાની ઘટના સામે આવી હતી. દિવસેને દિવસે જમીનનું ઘોવાણ થઈ રહ્યું હતું. ઘરોમાં તિરાડ પડવાને કારણે લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા હતા તે ઉપરાંત અનેક ઈમારતોને તોડી પણ પડાઈ હતી. ત્યારે ચારધામ યાત્રાની શરૂઆત થાય તે પહેલા જોશીમઠ-બદ્રીનાથ હાઈવે પર 10થી વધુ જગ્યાઓ પર તિરાડ પડવાની ઘટના સામે આવી છે. ત્યારે તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તપાસ માટે એક ટીમને ઘટનાસ્થળ પર મોકલી દેવામાં આવી છે. 

प्रशासन ने कुछ जगह हाईवे की मरम्मत कराई थी, लेकिन वहां फिर से दरारें दिखने लगी हैं।


ચાર ધામની યાત્રા શરૂ થાય તે પહેલા વધી લોકોની ચિંતા 

શનિવારના દિવસે ઉત્તરાખંડ સરકારે ચારધામ અંગેની જાહેરાત કરી હતી. કેદારનાથ મંદિરના દ્વાર 25 એપ્રિલે અને બદ્રીનાથ ધામના કપાટ 27 એપ્રિલે ખુલવાના છે. પરંતુ આ યાત્રા શરૂ થાય તે પહેલા હાઈવે પર અનેક તિરાડો જોવા મળી હતી. જોશીમઠ-બદ્રીનાથ હાઈવે પર આ તિરાડો દેખાતા લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. ત્યારે આશંકા બતાવામાં આવી રહી છે કે આગામી દિવસોમાં આ તિરાડો વધી પણ શકે છે. મોટી સંખ્યામાં લોકો ચારધામની મુલાકાત લેતા હોય છે ત્યારે આ તિરાડનો ખતરો આવનાર દિવસોમાં વધી પણ શકે છે.        




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે