વરસાદ બાદ જોશીમઠમાં ફરી જોવા મળી તિરાડો! તિરાડો દેખાતા પ્રશાસન એલર્ટ થઈ! નૈનીતાલના ઘરોમાં પડી રહી તિરાડો!


  • Published By :
  • Published Date : 2023-05-10 12:59:17

કુદરત આપણાથી રૂઠી હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે. અનેક જગ્યાઓ પર ભૂસ્ખલન થઈ રહ્યું છે તો અમુક જગ્યાઓ પર પહાડો તૂટી રહ્યા છે. થોડા વર્ષો પહેલા ઉત્તરાખંડના ચમોલીમાં જે વિનાશ સર્જાયો હતો તે સૌને યાદ હશે. ચમોલીમાં આવેલા જોશીમઠના ઘરોમાં ગયા વર્ષે ભૂસ્ખલનના કારણે પડેલી તિરાડો, ત્યાં રહેતા સ્થાનિકોનું સ્થળાંતરણ કરવાની ઘટનાઓ સૌ કોઇને યાદ છે. ત્યારબાદ ઋતુ બદલાઇ અને તિરાડો પડતી બંધ થઇ પરંતુ હાલમાં દેશભરમાં જ્યારે વરસાદ અને ગરમીની મિશ્ર ઋતુ ચાલી રહી છે. જોશીમઠ ફરી એક વખત પ્રભાવિત થઈ રહ્યું છે.  


ઘરોમાં પડેલી તિરાડો વધી રહી છે!

ભૂસ્ખલન થવાને કારણે જોશીમઠની પરિસ્થિતિ ઘણી ખરાબ થઈ હતી. ફરી એક વખત ભૂસ્ખલનની અસર જોશીમઠના ગાંધીનગર વિસ્તારમાં દેખાઈ રહી છે. જે ઘરોમાં પહેલા તિરાડો પડી હતી તે હવે વધુ વિસ્તરી રહી છે તો બીજી બાજુ બીજા ઘરોમાં પણ તિરાડો પડવાનું શરૂ થયું છે. જેને કારણે આ ઘરમાં રહેતા લોકો ચિંતામાં મુકાયા છે. ત્યાંના સ્થાનિક તંત્રને જાણ કરી છે. અને અધિકારીઓ પણ આ ઘરોનો સરવે કરી આગળની કામગીરી કરશે. જો વધુ જોખમ જણાય તો આ પરિવારોને પણ અન્ય જગ્યાએ ખસેડવાની કામગીરી હાથ ધરાશે.


નૈનીતાલના ઘરોમાં પણ પડી રહી છે તિરાડ!

જોશીમઠની સાથે સાથે હવે નૈનીતાલના કેટલાક ઘરોમાં પણ તિરાડો પડી રહી છે. તેના કેટલાક ટુરિસ્ટ સ્પોટ જેમ કે ટિફિન ટોપ, વ્યૂ પોઇન્ટ પર ભૂસ્ખલનનું જોખમ હોવાથી તેને પર્યટકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે.. જેને કારણે ત્યાંના સ્થાનિક  વેપારીઓના રોજગાર પર અસર પડી છે. અત્યારે દેશમાં રજાઓનો માહોલ છે દેશના ખૂણે ખૂણેથી લોકો ઉત્તરાખંડમાં ફરવા આવતા હોય છે. હાલ ચારધામ યાત્રા પણ ચાલી રહી છે. ધાર્મિક સ્થાનોની યાત્રા અને હરવાફરવા માટે આ સ્થળોની મુલાકાત લેતા સમયે આપણે કોઇ કુદરતી આફતોના ભોગ ન બનીએ તેનું ધ્યાન રાખવું જોઈએ.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.