વૈશ્વિક મંદીના ઓળા: જગવિખ્યાત ક્રેડિટ સ્વિસ બેન્કનું ભવિષ્ય અંધકારમય


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 18:00:41

વિશ્વની દરેક મધ્યસ્થ બેન્ક એક પછી એક વ્યાજદર વધારી રહી છે અને વિશ્વ પર મંદીના ઓળા છે ત્યારે ક્રેડિટ સ્વિસ બેન્કની કથળતી નાણાકીય સ્થિતિ યુરોપ અને અમેરિકાના નાણાકીય બજારોને હચમચાવી શકે છે. વિશ્વની અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને ઇન્વેસ્ટમેન્ટની ટોચની બેન્કોમાં એક ક્રેડિટ સ્વિસ બેન્કના ભવિષ્ય પર અંધકારના વાદળ ઘેરાયેલા છે. કેલેન્ડર વર્ષ 2022માં બેન્કના શેરના ભાવ 60 ટકા જેટલા ઘટી ગયા છે. આ ઉપરાંત બેન્કિંગ આર્થિક સદ્ધરતાને લઈને પણ શંકા સેવાઈ રહી છે. 


બેંકના CEOની કર્મચારીઓને ધીરજ રાખવા અપીલ


સ્વિત્ઝરલેન્ડ સ્થિત આ બેંકના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસરે એક જ સપ્તાહમાં બે વખત કર્મચારીઓને ધીરજ રાખવા અને સંકટમાંથી બહાર નીકળી આવીશું એવી હૈયાધારણ આપી છે. જોકે, વૈશ્વિક નાણા બજારમાં ચિંતાઓ છે. સપ્ટેમ્બર 2008માં જેમ અમેરિકામાં લેહમેન બ્રધર્સથી વૈશ્વિક આર્થિક કટોકટી ઉભી થઈ હતી એવી ચિંતા શેરબજારમાં 14 વર્ષ પછી જોવા મળી રહી છે. 


ક્રેડિટ સ્વિસ બેંકના શેરમાં કડાકો બોલાયો


યુરોપના બજાર સોમવારે ખુલ્યા ત્યારે ક્રેડિટ સ્વિસના શેર દસ ટકા ઘટી ગયા હતા. એક વર્ષ પેહલા 22.3 અબજ ડોલરનું બજાર મૂલ્ય ધરાવતી આ બેંકનું વર્તમાન મૂલ્ય હવે 10 અબજ ડોલર છે. શેરનો ભાવ અત્યારે ત્રણ ડોલર આસપાસ ચાલી રહ્યો છે. ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં છેલ્લા થોડા સમયથી બેંકમાં ઘણા ગોટાળા બહાર આવ્યા છે. આ ગોટાળાના કારણે હવે રોકાણકારોને બેન્કિંગ વ્યવસ્થા ઉપર વિશ્વાસ ઉઠી ગયો છે. આ બેંક નાદાર જાહેર થશે અથવા તો અન્ય મોટી સ્વીસ બેંક યુબીએસ (UBS) સાથે મર્જ થાય તેવી શક્યતા છે. 


બેંકનો ઈતિહાસ શું છે?


સ્વિત્ઝરલેન્ડમાં રેલ નેટવર્કની સ્થાપના કરવા અને તેનું ભંડોળ ઉભું કરવા માટે વર્ષ 1856 એટલે કે 166  વર્ષ પહેલા આ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. આ પછી 1900થી ક્રેડિટ સ્વિસ એક બેંક તરીકે કામ કરે છે. દુનિયામાં ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ક્ષેત્રે સૌથી મોટી કંપનીઓમાં આનો સમાવેશ થાય છે. એટલું જ નહી નાણા રોકાણ કરનાર વ્યક્તિની ઓળખ છૂપાવવા માટે જાણીતી સ્વિસ બેંકોમાં તે સૌથી મોટી બેંક છે.




પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. તેમની ટિકીટ રદ્દ થાય તેવી માગ સમાજ દ્વારા કરવામાં આવી.. આ બધા વચ્ચે થોડા દિવસ પહેલા સંકલન સમિતી દ્વારા આંદોલનને મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ તો હવે પદ્મિની બા વાળાએ પરષોત્તમ રૂપાલાને માફી આપી દીધી છે.

22 એપ્રિલથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીની ભૂમિકા ભજવનાર ગુરૂચરન લાપતા હતા! તે 17મેના રોજ ઘરે પાછા આવ્યા છે. પોલીસે તેમની શોધખોળ હાથ ધરી પરંતુ તે મળ્યા ના હતા ત્યારે તે ઘરે પાછા આવ્યા છે જેને લઈ તેમના પરિવારે અને ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.

એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..