128 વર્ષ પછી Olympicમાં હવેથી રમાશે ક્રિકેટ, IOCએ જણાવ્યું કે લોસ એન્જલસ ઓલિમ્પિક 2028માં ક્રિકેટ ઉપરાંત રમાશે આ ગેમ્સ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-16 17:03:09

આપણા દેશમાં ક્રિકેટને ઘણું મહત્વ આપવામાં આવે છે. અનેક લોકો એવા હશે જે ક્રિકેટને National Sports ગણતા હશે. ભારત તેમજ વિશ્વમાં ક્રિકેટને ચાહનારો એક આખો મોટો અલગ વર્ગ છે. ત્યારે હવે ઓલિમ્પિકની ગેમ્સમાં પણ મેચ રમાશે કારણ કે 128 વર્ષ બાદ ક્રિકેટની ઘરવાપસી ઓલિમ્પિકમાં થઈ છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ  2028 લોસ એન્જલસ ઓલિમ્પિક માટે ક્રિકેટની રમતને સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે. આ સમાચાર મળતાની સાથે જ ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. એવું પણ લોકો કહી રહ્યા છે કે ઓલિમ્પિકમાં ભારતનો એક મેડલ ફાઈનલ. છે. ક્રિકેટ અગાઉ 1900 પેરિસ ઓલિમ્પિકમાં રમાઈ હતી. એટલે કે તે 128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટ મેચ રમાશે. 

ક્રિકેટનો ઓલિમ્પિકમાં કરાયો સમાવેશ  

ક્રિકેટને ઓલિમ્પિલક ગેમ્સમાં સામેલ કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી ઉઠી રહી હતી. ક્રિકેટનો અલગ ફેન બેઝ રહેલો છે. ક્રિકેટ આપણા દેશની લોકપ્રિય રમત છે. ત્યારે ઓલિમ્પિક ગેમ્સમાં હવે ક્રિકેટ પણ રમાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈમાં આયોજિત ઈન્ટરનેશનલ ઓલિમ્પિક એસોસિએશનના સત્રમાં ક્રિકેટનો સત્તાવાર રીતે લોસ એન્જલસ ઓલિમ્પિક 2028માં સમાવેશ કરવામાં આવ્યો છે. શુક્રવારે જ આ લગભગ નિશ્ચિત હતું કારણ કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના એક્ઝિક્યુટિવ બોર્ડે શુક્રવારે આયોજક સમિતિના આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. મુંબઈમાં આયોજિત IOC સત્રમાં મતદાન થયું, ત્યારબાદ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી.

128 વર્ષ બાદ ક્રિકેટ ઓલિમ્પિકમાં રમાશે 

ઓલિમ્પિકમાં ક્રિકેટ સિવાય અનેક રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.  ક્રિકેટનો સમાવેશ કરવામાં આવે તે માટે બધાએ સહમતી દર્શાવી પરંતુ બે વોટ આના વિરૂદ્ધ પડ્યા હતા. આ પ્રસ્તાવમાં ક્રિકેટ ઉપરાંત સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ, સ્ક્વોશ અને લેક્રોસને પણ ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવ્યા હતા. 128 વર્ષ બાદ ક્રિકેટનો સમાવેશ ઓલિમ્પિકમાં કરાયો છે. ક્રિકેટ ફેન્સમાં આ સમાચાર સાંભળીને ઉત્સાહ વધ્યો છે. 



બનાસકાંઠા લોકસભા બેઠક માટે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોર અનેક વખથ આક્રામક દેખાયા છે ત્યારે પાટણમાં કોંગ્રેસની જનસભાને સંબોધતા તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા ઉપરાંત પીએમ મોદીનો ઉલ્લેખ પણ કર્યો હતો.

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમને કરવો પડી રહ્યો છે. અનેક વખત તેમની સભામાં ક્ષત્રિય સમાજના લોકો ઘૂસી આવે છે અને રૂપાલા હાય હાયના નારા લગાવે છે..

રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.