ધોતી ઝભ્ભો પહેરી હોસ્પિટલમાં દાદાએ કર્યો ડાન્સ! દોસ્તને ખુશ કરવા મિત્રએ એવો ડાન્સ કર્યો કે વીડિયો થઈ ગયો વાયરલ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-09 17:11:05

આપણાં જીવનમાં મિત્રતાને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આપણે આપણા પરિવારને સિલેક્ટ નથી કરી શક્તા પરંતુ મિત્રો આપણે પસંદ કરી શકીએ છીએ. મિત્રતા માટે આપણે ત્યાં અનેક કહેવતો લખાયેલી છે. જે તમારા દુખમાં દુખી હોય, તમારા સુખમાં સુખી હોય, ભગવાન જેને લોહીના સંબંધથી બાંધવાનું ભૂલી જાય છે ને તેને મિત્ર બનાવી દે છે, સહિતની અનેક કહેવતો આપણે ત્યાં પ્રચલિત છે. ત્યારે આપણી ખૂશી માટે મિત્ર કોઈ પણ હદે જઈ શકે છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ઘરડા દર્દી બેડ પર બેઠા છે. તેમની સામે તેમના ઘરડા મિત્રો ડાન્સ કરી રહ્યા છે. આજુબાજુ નર્સ છે, દર્દીઓના પરિવારજનો છે પરંતુ તેમની પરવાહ કર્યા વગર મિત્રો પોતાના દોસ્તને ખુશ કરવા ડાન્સ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકોને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે અને અલગ અલગ રિએક્શન યુઝર્સ આપી રહ્યા છે.

 


મિત્રના ચહેરા પર સ્મિત લાવવા મિત્રોનો પ્રયાસ!

સોશિયલ મીડિયા પર એક હોસ્પિટલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હોસ્પિટલનું નામ સાંભળતા જ તમને લાગતું હશે કે કોઈ દુખદ ઘટનાનો વીડિયો હશે પરંતુ ના, વીડિયોમાં ડાન્સ છે સોન્ગ છે. મિત્ર દર્દીને સારૂ લાગે તે માટે ઘરડા મિત્ર તેમની સામે ડાન્સ કરી રહ્યા છે. આજુબાજુ કોણ છે તેની પરવાહ નથી કરતા માત્ર મિત્રને સારૂં લાગે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે  ભોપાલની હોસ્પિટલનો માનવામાં આવી રહ્યો છે. 


અનેક યુઝર્સે વીડિયો પર આપી પ્રતિક્રિયા! 

વીડિયોને લોકો પસંદ કરી રહ્યા છે. કોમેન્ટમાં લોકો પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. કોઈએ લખ્યું કે દાદાજીએ દિલ ખુશ કરી દીધું. તો કોઈએ લખ્યું વોર્ડના પેશન્ટને આજે દવા નહીં ખાવી પડી હોય. ગ્રેટ દાદૂ. આજે હું ફરી જિંદગીનો દિવાનો થઈ ગયો છું. રિએક્શન આપતા તેમણે કહ્યું કે કાશ આખી દુનિયામાં આવો પ્રેમ હોત. એક યુઝર્સે લખ્યું કે આ જોઈને તો દસ મિનિટ માટે યમરાજને પણ રોકાવું પડશે, વિચારવું અને સમજવું પડશે. ત્યારે તમને મિત્રો વચ્ચેનો પ્રેમ કેવો લાગ્યો તે જણાવો.    




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે