મુંબઈની લોકલ ટ્રેનમાં દાદાએ ગાયું કિશોર કુમારનું ગીત! આસપાસના લોકો ઝુમી ઉઠ્યા અને વીડિયો થઈ ગયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-06-21 17:04:53

છેલ્લા ઘણા સમયથી દિલ્હીની મેટ્રો ટ્રેન લડાઈ ઝઘડાના તેમજ મારા મારીના સમાચારને કારણે ચર્ચામાં રહી છે. ક્યારેક કોઈ વાળ ખેંચતા દેખાય છે તો ક્યારેક ટ્રેનમાં વાળ સરખા કરાતા હોય તેવા વીડિયો સામે આવતા રહે છે. પરંતુ આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈ તમારા ચહેરા પર સ્માઈલ આવી જશે. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે એક લોકલ ટ્રેનનો છે જેમાં એક મોટી ઉંમરના દાદા સફર કરી રહ્યા છે. અને ડાન્સ કરી રહ્યા છે. તેમની સાથે અનેક લોકો પણ જોડાયા છે. કોઈ ડાન્સ કરી રહ્યા છે તો કોઈ ગીત ગાઈ રહ્યા છે. 

લોકલ ટ્રેનમાં દાદાએ ગાયું કિશોર કુમારનું ગીત!

કહેવાય છે કે જો મોજ કરવી હોય તો કોઈ પણ જગ્યાએ કરી શકાય છે. જેને ખુશ રહેવું છે તે કોઈ પણ પરિસ્થિતિમાં ખુશ રહી શકે છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક દાદાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ટ્રેનમાં ગાઈ રહ્યા છે અને તેમની સાથે અનેક લોકો નાચી પણ રહ્યા છે. વાયરલ થઈ રહેલા વીડિયોને શશાંક પાંડે નામના યુઝરે શેર કર્યો છે. વૃદ્ધ કાકા ઓ મેરે દિલ કે ચેન સોન્ગને ગાઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેન મુસાફરોથી ભરેલી છે. અનેક મુસાફરો આસપાસ ઉભા છે અને અચાનક ભીડમાં ઉભેલા કાકા ગીત ગાવાનું શરૂ દે છે. ત્યાં ઉભેલા લોકો પણ ઝૂમી ઉઠ્યા છે. લોકો જોરદાર ડાન્સ કરવા લાગ્યા. કિશોર કુમારનું ગીત કાકા ગાઈ રહ્યા છે. 


લોકોને પસંદ આવી રહ્યો છે કાકાનો વીડિયો 

વીડિયો શેર કરતા યુઝરે લખ્યું કે કોણ કહે છે કે અને ટ્રેનમાં ફક્ત લડીએ છીએ. મળતી માહિતી અનુસાર આ ક્યુટ વીડિયો 1 જૂનના રોજ શેર કરવામાં આવ્યો હતો. હજારો લોકોને આ વીડિયો પસંદ આવી રહ્યો છે. વીડિયોને હજારો લાઈક મળી ગયા છે. વીડિયો જોઈને અનેક યુઝર્સે અલગ અલગ કમેન્ટ કરી છે. કોઈએ લખ્યું કે મને આવી ટ્રેન કેમ નથી મળતી. તો કોઈએ લખ્યું કે આને કહેવાય ટેંશનમાં પણ એન્જોય કરવું. કોઈએ લખ્યું કે મુંબઈ અને દિલ્હી મેટ્રોમાં આજ તો અંતર છે. કાકા જે ગીતને ગાઈ રહ્યા છે તે ગીતને કિશોર કુમારે  1972માં ફિલ્મ મેરે જીવન સાથી માટે ગાયું હતું. ફિલ્મને ઘણા વર્ષો વીતિ ગયા પરંતુ આજે પણ ગીત સાંભળીને જૂની પેઢી ઝૂમી ઉઠે છે.   



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.