વર્ષ 2018થી દલિતો પર હુમલાના લગભગ 1,89,000 કેસ નોંધાયા: કેન્દ્ર સરકાર


  • Published By :
  • Published Date : 2023-03-23 14:35:23

દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં દલિતો પર હુમલા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કેન્દ્ર સરકારના આંકડાઓથી પણ વાતને સમર્થન મળે છે. સરકારે સંસદમાં જણાવ્યું કે રાષ્ટ્રિય ગુના રેકોર્ડ બ્યૂરો (NCRB)ના રિપોર્ટ મુજબ દેશમાં છેલ્લા 4 વર્ષમાં દલિત સમુદાય સામેના ગુનાના લગભગ 1,89,945 કેસ નોંધાયા છે.


BSPના સાંસદે કર્યો હતો સવાલ


કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય કુમાર મિશ્રા બહુજન સમાજ પાર્ટી (BSP)ના સાંસદ ગિરીશ ચંદ્ર દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા, ગિરીશ ચંદ્રએ 2018થી દલિતો પર હુમલાની ઘટનાઓના આંકડાઓ માંગ્યા હતા અને સરકારને પૂછ્યું હતું કે શું આવી ઘટનાઓ પર નજર રાખવા માટે કોઈ તંત્ર છે? તે અંગે મિશ્રાએ કહ્યું કે NCRB દ્વારા તેના પ્રકાશન 'ક્રાઈમ ઈન ઈન્ડિયા'માં ગુનાઓ પર આંકડાકીય માહિતીનું સંકલન કરે છે અને પ્રકાશિત કરે છે, તેણે એક રિપોર્ટ બનાવ્યો હતો જે 2021માં પ્રકાશિત થયો હતો અને આંકડા આ સંદર્ભમાં હતો.


SCઅને STની સુરક્ષા માટે કેન્દ્રએ આપી છે એડવાઈઝરી


કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાને તે બાબતનો પણ ઉલ્લેખ કર્યો કે પોલીસ અને જાહેર વ્યવસ્થાની બાબતો સંપૂર્ણપણે રાજ્ય સરકારના શાસન હેઠળ આવે છે, તેમ છતાં, MHA (ગૃહમંત્રાલયે) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ના અસરકારક અમલીકરણ માટે સમય સમય પર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને એડવાઈઝરી આપી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે