સપના ચૌધરીના ગીત પર જાનૈયાઓએ ફ્લાઈટમાં લગાવ્યા ઠુમકા! 37 હજાર ફૂટની ઊંંચાઈ પર જાનૈયાઓએ બનાવ્યો લગ્નનો માહોલ! વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-04-22 10:53:19

આપણામાંથી ઘણા લોકોને ડાન્સ કરવું પસંદ હશે. ઘણા લોકો તો એવા હોય છે કે મ્યુઝિક શરૂ થયું નથી કે ડાન્સ કરવાનું શરૂ કર્યું નથી. અને એમાંય જો કોઈના લગ્નમાં ડાન્સ કરવાનો હોય તો તો વાત જ અલગ હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પંજાબી સોન્ગ પર ડાન્સ કરવામાં આવી રહ્યો છે. આ ડાન્સ જમીન પર નહીં પરંતુ જમીનથી 37 હજાર ફીટની ઉંચાઈ પર ફ્લાઈટમાં ડાન્સ કરવામાં  આવી રહ્યો છે. હરિણાયવી કલાકાર તેરી આંખો કા યો કાજલ પર ડાન્સ કરતો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.


જાનૈયાઓએ ફ્લાઈટમાં જ કર્યો ડાન્સ! 

લગ્નની સિઝન દરમિયાન ડાન્સના અનેક વીડિયો સામે આવતા હોય છે. અમુક એવા વીડિયો હોય છે જે ખુબ ઝપડથી વાયરલ થતાં હોય છે ત્યારે ફ્લાઈટમાં જાનૈયાઓ ડાન્સ કરી રહ્યા છે તે વીડિયો વાયરલ થઈ રહ્યો છે. દિલ્હીથી કતાર જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટના આ વીડિયો છે જેમાં તેરી આંખો કા યો કાજલ પર જાનૈયાઓ ડાન્સ કરી રહ્યા છે. આ ગીત પર જાનૈયાઓ ઠુમકા લગાવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ પૂરી ફ્લાઈટ જાનૈયાઓએ બુક કરાવી લીધી હતી. ફ્લાઈટમાં ડાન્સ કરતા જાનૈયાઓએ હવામાં જ લગ્નનો માહોલ બનાવી દીધો હતો. 


આ મામલે યુઝર્સે આપી પ્રતિક્રિયા!

આ વીડિયો લોકોને પસંદ આવી રહ્યો છે. આ વીડિયો પર અનેક લોકોએ પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું કે ફ્લાઈટની અંદર આવા પ્રકારનો હલ્લાબોલ સુરક્ષિત નથી. આ અસુરક્ષિત છે. તો કોઈએ લખ્યું કે બારાતી તો બારાતી છે. દરેક જગ્યાએ દેસી અંદાજ. આ વીડિયો અંગે એરલાઈન્સ તેમજ ડીજીસીએ દ્વારા આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી.     



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.