વર્ષ 2023 માટે ખતરનાક આગાહી !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 19:32:57

જ્યારે પણ વિશ્વના સૌથી મોટા ભવિષ્યવક્તા મનમાં આવે ત્યારે એક જ નામ સામે આવે નાસ્ત્રેદમસન ફ્રાન્સના ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ ખૂબ જ પ્રખ્યાત છે અને અત્યાર સુધીમાં તેની ઘણી આગાહીઓ સાચી સાબિત થઈ છે. 1566માં પોતાના મૃત્યુ પહેલા નાસ્ત્રેદમસે 6338 ભવિષ્યવાણીઓ લખી હતી, જેમાં તેમણે મંગળ પર મનુષ્યોના આગમનને લઈને વિશ્વના અંત વિશે જણાવ્યું હતું.

 નાસ્ત્રેદમસની આગાહી

નાસ્ત્રેદમસે અલગ અલગ વર્ષો માટે અલગ અલગ આગાહી કરી છે. તેમજ તેમણે વર્ષ 2023 માટે ખતરનાખ આગાહી કરી છે. જો નાસ્ત્રેદમસની વાત કરીએ તો તેમનો જન્મ  14 ડિસેમ્બર, 1503ના રોજ જર્મનીમાં થયો હતો અને 2 જુલાઈ, 1566ના રોજ તેમનું અવસાન થયું હતું. તેમણે હિટલરના શાસન, બીજા વિશ્વયુદ્ધ, 9/11ના આતંકી હુમલા અને ફ્રાંસની ક્રાંતિ વિશે ભવિષ્યવાણી કરી હતી, જે સાચી સાબિત થઈ છે. 

મનુષ્ય મૂકશે મંગળગ્રહ પર પગ !!! 

નાસ્ત્રેદમસે પણ મંગળ વિશે આગાહી કરી હતી અને કહ્યું હતું કે મનુષ્ય આ લાલ ગ્રહ પર ક્યારે પગ મૂકશે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી મુજબ મનુષ્યને મંગળ ગ્રહ પર લાવવા સાથે જોડાયેલા મિશનને વર્ષ 2023માં મોટી સફળતા મળી શકે છે.નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર, એલોન મસ્ક વર્ષ 2023 માં મંગળ સાથે સંબંધિત એક મિશનની જાહેરાત કરી શકે છે.

ત્રીજા વિશ્વ યુદ્ધની આગાહી 

નાસ્ત્રેદમસે પોતાની ભવિષ્યવાણીમાં 2023માં થયેલા મહાયુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, "સાત મહિનાનું મહાયુદ્ધ, ખરાબ કર્મોથી મૃત્યુ પામશે લોકો." કેટલાક કહે છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ 2023 સુધીમાં ત્રીજા વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ શકે છે. 




નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે