યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન નવી દિલ્હીમાં ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળ યુએસ-ભારત સંબંધોમાં પ્રગતિની ચર્ચા કરવા માટે ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા, જેમાં 21મી સદી માટે યુએસ-ભારત કોમ્પેક્ટ (લશ્કરી ભાગીદારી માટે તકો, વાણિજ્ય અને ટેકનોલોજી ક્ષેત્રે ભાગીદારી વધારવા) અને ટ્રસ્ટ (વ્યૂહાત્મક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સંબંધોનું પરિવર્તન)ના અમલીકરણ અને આ ક્ષેત્રને અસર કરતા મુખ્ય મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી. ધર્મશાળામાં મોરિસને દલાઈ લામાના 90મા જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપવા માટે યુ.એસ. પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. તેમણે દલાઈ લામા અને તિબેટી પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી, જ્યાં તેમણે તિબેટની અનન્ય ધાર્મિક, ભાષાકીય અને સાંસ્કૃતિક ઓળખના સંરક્ષણ તેમજ તિબેટીઓની મૂળભૂત સ્વતંત્રતાઓના રક્ષણ માટે સતત સમર્થન પર ભાર મૂક્યો હતો. મુંબઈની મુલાકાત દરમિયાન મોરિસને ટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ, ઔદ્યોગિક, શૈક્ષણિક અને નાણાકીય ક્ષેત્રોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. આ મુલાકાતો યુએસ-ભારત ટ્રસ્ટ પહેલને આગળ વધારવા, ઉદ્યોગ-સ્તરીય સહયોગને પ્રોત્સાહન આપવા અને સ્થિતિસ્થાપક અને સુરક્ષિત સપ્લાય ચેઇન બનાવવાના પ્રયાસોને મજબૂત બનાવવા પર કેન્દ્રિત હતી.
વાત કરીએ ભારત અને યુએસ વચ્ચેના સંબંધોની , તો ૧૯૯૧ની ભારતની ખાનગીકરણ , વૈશ્વિકીકરણ અને ઉદારીકરણની નીતિને અમલમાં મુકતા વધારે મજબૂત થયા છે. આ પછી તો , ૨૦૦૮માં ભારત અને યુએસ વચ્ચે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને યુએસના પૂર્વ પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશ વચ્ચે જે પરમાણુ કરારો થયા તેનાથી સબંધો વધારે મજબૂત થયા છે. હાલમાં બેઉ દેશો ભારત અને યુએસ , ક્વાડ દેશોના સંગઠન પર વધારે ભાર મૂકી રહ્યા છે. થોડાક સમય પેહલા જ , વિદેશમંત્રી એસ. જયશંકરે ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની બેઠકમાં હાજરી આપી હતી. ક્વાડ દેશો ભારત , ઓસ્ટ્રેલિયા , જાપાન અને યુએસનો મુખ્ય ઉદ્દેશ એ છે કે , ફ્રી એન્ડ ઓપન ઈન્ડો-પેસિફિક . જે મુખ્યત્વે રુલ બેસડ વર્લ્ડ ઓર્ડરનું સમર્થન કરે છે. સાથે જ ક્વાડ ચીનની એક પક્ષીય દાદાગીરીનો નકારે છે.