ગરમીથી રક્ષણ મેળવવા દીકરીએ પગમાં પહેરી પ્લાસ્ટિકની થેલી! ફોટો વાયરલ થતાં કલેક્ટરે દીકરીને આપ્યા નવા ચપ્પલ! જાણો શું છે સમગ્ર ઘટના


  • Published By :
  • Published Date : 2023-05-24 16:34:59

સમગ્ર દેશમાં હાલ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ગરમીથી બચવા અનેક રસ્તાઓ લોકો અપનાવતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા એક ફોટો વાયરલ થયો હતો જેમાં એક મહિલા ગરમીમાં પોતાના સંતાનો સાથે દેખાઈ રહી છે. પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે એક દીકરીએ ગરમીથી રક્ષણ મેળવવા પગમાં પ્લાસ્ટિકની થેલી પહેરી છે. મળતી માહિતી અનુસાર આ ફોટો મધ્યપ્રદેશના શ્યોપુરનો છે. આ ફોટો જ્યારે કલેક્ટરના ધ્યાનમાં આવ્યો ત્યારે તેમણે મહિલા કોણ છે તે અંગેની તપાસ કરાવી અને જ્યારે મહિલા અંગેની માહિતી મળી તે બાદ દીકરીને ચપ્પલ, નવા કપડા તેમજ યોજનાઓનો લાભ અપાવ્યો હતો.   

मां-बेटियों की फोटो हुई थी सोशल मीडिया पर वायरल.

ચપ્પલ ન મળતા દીકરીએ પગમાં પહેરી પ્લાસ્ટીકની થેલી! 

સોશિયલ મીડિયા પર અનેક એવા ફોટા તેમજ વીડિયો વાયરલ થતા હોય છે જે આપણને વિચારવા પર મજબૂર કરી દેતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો હતો જેમાં એક મહિલા પોતાના બાળકો સાથે દેખાઈ રહી છે. ચપ્પલની સુવિધા ન હોવાને કારણે પ્લાસ્ટિકની બેગ પહેરી બાળકી ઉભી છે.  જ્યારે આ ફોટો જિલ્લા કલેક્ટરના ધ્યાનમાં આવી ત્યારે મહિલા અંગે તપાસ કરવામાં આવી . મળતી માહિતી અનુસાર દર મંગળવારે જનસુનવાઈનું આયોજન કરવામાં આવે છે. જેમાં લોકોને પડતી મુશ્કેલીનું સમાધાન લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવેલા કામને કારણે તેમની વાહવાહી કરવામાં આવી રહી છે.


કલેક્ટરના ધ્યાનમાં ફોટો આવતા કરાઈ મહિલા અંગે તપાસ!

મહિલાની બાળકી સાથેનો ફોટો સામે આવતા શ્યોપુરના કલેક્ટર શિવમ વર્માએ આ વાતની નોંધ લીધી હતી. મહિલા અંગેની તપાસ કરાવા મહિલા બાળ વિકાસ વિભાગને આદેશ આપ્યો હતો અને પરિવારને શોધીને જનસુનવાઈ કાર્યક્રમમાં બોલાવા માટે કહ્યું હતું. વિભાગને પરિવાર અંગેની માહિતી આપતા કહ્યું કે પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી નથી. ઝુંપડીમાં પરિવાર રહે છે. ઘર ચલાવવા માટે માતા મજૂરી કામ કરે છે અને પિતા ટીબીની બિમારીથી પીડાઈ રહ્યા છે. તેમની ત્રણ દીકરીઓ છે જેમનું નામ કાજલ, ખુશી અને મહેક છે. 


કલેક્ટરે બાળકીઓને નવા કપડા તેમજ ચપ્પલ આપ્યા!  

કલેક્ટરે પરિવારનો સંપર્ક કર્યો હતો અને પરિવારની આર્થિક સ્થિતિ અંગે જાણકારી મેળવી ઉપરાંત સરકારી યોજનાનો લાભ પરિવારને મળે છે કે નહીં તે અંગે પણ જાણકારી મેળવી હતી. કલેક્ટરે બાળકીને નવા કપડા તેમજ નવા ચપ્પલ અપાવ્યા. ઉપરાંત તાત્કાલિક પૈસાની મદદ પણ કરી હતી. ઉપરાંત દીકરીઓને શાળામાં પ્રવેશ મળે, પુસ્તકો, ડ્રેસની સુવિધા ઉપલબ્ધ કરાવા આદેશ આપ્યો છે. કલેક્ટર શિવમ વર્માના વખાણ હાલ થઈ રહ્યા છે.           



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે