મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમના ભાણાએ મામા અંગે કર્યા વિસ્ફોટક ખુલાસા, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-01-17 15:14:44

દાઉદ ઇબ્રાહિમના ભાણા અલીશાહ ઈબ્રાહિમ પારકરે ભારતના મોસ્ટ વોન્ટેડ અપરાધી અને અંડરવર્લ્ડ ડોન અંગે મહત્વના ખુલાસા કર્યા છે. આંતંકી ફંડિંગ અંગે NIAની તપાસમાં દાવો કરવામાં આવ્યો છે કે દાઉદ પાકિસ્તાનના કરાચીની અબ્દુલ્લા ગાઝી બાબા દરગાહ પાસે કરાચીની ડિફેન્સ કોલોનીમાં રહે છે. હસીના પારકરના પુત્ર અલીશાહે તે પણ ખુલાસો કર્યો છે કે દાઉદે પાકિસ્તાનમાં બીજા લગ્ન કરી લીધા છે. જો કે તેની પહેલી પત્ની મહેજબીનને તલાક આપ્યા નથી. અલીશાહે ગત વર્ષે જૂલાઈમાં મહેજબીન સાથે દુબઈમાં મુલાકાત કરી હતી. મહેજબીન તહેવારો પર અલીશાહની પત્ની સાથે વ્હોટ્સએપ કોલ પણ કરે છે.    


દાઉદની બીજી પત્ની પાકિસ્તાની પઠાણ


અલીશાહે જણાવ્યું કે દાઉદની બીજી પત્ની પાકિસ્તાની પઠાણ છે. અલીશાહના જણાવ્યા પ્રમાણે દાઉદને ચાર ભાઈઓ અને ચાર બહેનો છે. વળી દાઉદે હવે તેની નિવાસસ્થાન બદલ્યું છે. હવે તે કરાચીમાં જ ગાઝી બાબા દરગાહની પાછળ રહીમ ફાકીની નજીક આવેલા ડિફેન્સ ઝોનમાં રહે છે. દાઉદની સાથે હાજી અનીસ ઉર્ફે અનીસ ઈબ્રાહિમ શેખ અને મુમતાઝ રહીમ ફાકી તેના પરિવારની સાથે રહે છે. જો કે દાઉદ ઈબ્રાહિમ કોઈના પણ સંપર્કમાં નથી રહેતો. 


દાઉદના પરિવારમાં કોણ છે?


NIAને આપેલા નિવેદનમાં અલીશાહે જણાવ્યું છે કે દાઉદ ઈબ્રાહિમ કાસકરને બે પત્નીઓ છે એક મહેજબીન જે મુંબઈની અને બીજી પાકિસ્તાની પઠાણ છે. દાઉદને ત્રણ પુત્રીઓ અને એક પુત્ર છે તેમનું નામ માહરૂખ ( જાવેદ મિયાંદાદાના પુત્ર જુનૈદ સાથે લગ્ન) બીજી પુત્રી મહરીન, અને ત્રીજી પુત્રી મઝિયા (અપરણીત) અને પુત્રનું નામ મોહિન નવાઝ છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે