ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં સતત વધતો મૃત્યુઆંક, હજી સુધી આટલા લોકોએ ગુમાવ્યા પોતાના જીવ, પીએમએ શોક વ્યક્ત કરો, જાણો અપડેટ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-03 12:19:03

ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન પાસે એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. આ ઘટનામાં 238 જેટલા  લોકોના મોત થઈ ગયા છે જ્યારે 900 જેટલા લોકો અકસ્માતમાં ઘાયલ થયા છે. 650 જેટલા દર્દીઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈ પીએમ મોદીએ ઈમરજન્સી બેઠક બોલાવી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્થળ મુલાકાત પણ લીધી છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. હજી પણ આ મૃત્યુ આંક વધવાની શક્યતા છે. મળતી માહિતી અનુસાર ઘાયલ લોકો માટે લોહી આપવા મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પહોંચી ગયા છે.

     

રેલવે મંત્રાલય દ્વારા સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોના પરિવારને 10 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોના પરિવારને 2 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે જ્યારે સામાન્ય રીતે ઘાયલ થયેલા લોકોને 50 હજારની સહાય આપવામાં આવશે. તે સિવાય પીએમઓ ઓફિસ દ્વારા પણ સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઘટનામાં મૃત્યુ પામનારા લોકોના પરિવારને બે લાખની સહાય આપવામાં આવશે જ્યારે ઈજાગ્રસ્ત લોકોને 50 હજાર આપવામાં આવશે. 


રેલવે મંત્રીના રાજીનામાની કરવામાં આવી માગ!

રેલવે દુર્ઘટના બાદ રાજકીય પાર્ટીઓ તેમજ રાજનેતાઓ દ્વારા શોક પ્રગટ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ રાજકીય પાર્ટીઓ અશ્વિની વૈષ્ણવના રાજીનામાની માગ કરી રહ્યા છે. મહત્વનું છે કે રેલવે મંત્રીએ શનિવાર સવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ઘટના  અંગે તપાસ કરવાના આદેશ આપી દીધા હતા. આ ઘટનાને લઈ ઓડિશાના મુખ્યમંત્રીએ શોક પ્રગટ કર્યો છે.

અનેક કાર્યક્રમોમાં કરાયો ફેરફાર!

દુર્ઘટનાને પગલે અનેક કાર્યક્રમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે ઓડિશા સરકારે એક દિવસ રાજ્ય શોક જાહેર કર્યો છે. તે સિવાય ગોવા-મુબંઈ વચ્ચે ચાલનારી વંદે ભારત ટ્રેનને પીએમ મોદી લીલી ઝંડી બતાવાના હતા. આ ઘટનાને પગલે આ કાર્યક્રમને રદ્દ કરવામાં આવ્યો છે. રેસ્ક્યુ માટે એનડીઆરએફની ટીમને ઉતારી દેવામાં આવી છે. દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પર આ ઘટના ટ્રેન્ડ થઈ રહી છે.    



એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાના કાર્યક્રમમાં એક યુવાન સ્ટેજ પર ચઢી જાય છે અને સાંસદને સવાલો કરે છે.. કામ અંગે તેમને સવાલ કરે છે. મનસુખ વસાવાએ પ્રશ્નોના જવાબ તો ના આપ્યા પરંતુ તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા.

રાજકોટમાં 14 વર્ષના બાળકનું મોત અચાનક થઈ ગયું છે. શેરીમાં બાળક ક્રિકેટ રમી રહ્યો હતો, અચાનક તે ઢળી પડ્યો અને મોત થઈ ગયું છે. મોત કયા કારણોસર થયું તેની ખર પોસ્ટ મોર્ટમ બાદ થશે. પરંતુ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે તેનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પોતાની માગ સાથે અડગ છે તો ભાજપ પણ પોતાની વાત મક્કમ દેખાઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી ત્યાં મોટી સંખ્યામાં ક્ષત્રાણીઓ આવ્યા હતા.. આ મીટિંગ દરમિયાન ક્ષત્રિયાણી દ્વારા એવા નિવેદન આપવામાં આવ્યા જે સ્વીકાર્ય ના હોય.!

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અનેક જિલ્લાઓમાં તાપમાન 40ને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બે ત્રણ દિવસો દરમિયાન ગરમી નહીં વધે પરંતુ તે બાદ ગરમીનો પારો સતત વધશે. હવામાન નિષ્ણાત દ્વારા પણ આવી આગાહી કરવામાં આવી છે.