રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે.
૨૨મી એપ્રીલના દિવસે જમ્મુ કાશ્મીરના પહલગામના આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂર થકી જોરદાર જવાબ આપ્યો હતો . જોકે તે પછી પાકિસ્તાને એસ્કેલેશન અંતર્ગત ભારત પર મિસાઇલથી અને ડ્રોનથી હુમલા કર્યા હતા . આ એસ્કેલેશન અંતર્ગત કચ્છ જિલ્લામાં પણ પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા. ત્યારે હવે ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ સૌપ્રથમ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં એરફોર્સ , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે . આ સાથે જ રક્ષામંત્રી ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી શકે છે .

રક્ષામંત્રી રાજનાથ સિંહે આ માટે પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને જાણકારી આપી છે કે , "હું હાલમાં જ નવી દિલ્હીથી ભુજ માટે નીકળ્યો છું . ભુજ એરફોર્સ સ્ટેશન પર હું આપણા હવાઈ યોદ્ધાઓની સાથે મુલાકાત કરીશ . સાથે જ ૨૦૦૧ના ગુજરાત ભૂકંપના મૃતકોની યાદમાં જે સ્મૃતિવન મેમોરિયલ અને મ્યુઝિયમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન પર બનાવવામાં આવ્યું છે તેની પણ મુલાકાત લઈશ. " ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાને કાશ્મીરથી કચ્છ સુધી હવાઈ હુમલાનો પ્રયાસ કર્યો હતો . આ તંગ સ્થિતિની વ્યાપક અસર સરહદી કચ્છ જિલ્લામાં પણ થઇ હતી . જેને લઇને બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન નાપાક હુમલાને હવાઈ ડિફેન્સ સિસ્ટમની મદદથી ભારતીય સેનાએ એક પછી એક હુમલાઓને સતત નિષ્ફળ બનાવ્યા હતા .
વાત કરીએ ભુજ એરબેઝની તો , ભુજ એરબેઝ ભારતની ખુબ મોટી તાકાત છે . પાકિસ્તાન સરહદથી ૧૬૦ કિલોમીટર દૂર છે. વર્ષ ૧૯૭૧ના ભારત - પાકિસ્તાન યુદ્ધ દરમિયાન આ એરબેઝે ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પાકિસ્તાને રનવેને નુકશાન પહોંચાડ્યું હતું પરંતુ ગુજરાતની મહિલાઓએ પોતાની બહાદુરીથી રાતોરાત રનવે ફરીથી બનાવ્યો હતો . આજે રક્ષા મંત્રી રાજનાથ સિંહ તેમની મુલાકાત દરમયાન પાકિસ્તાન સાથેની સરહદ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે.