ગુજરાતમાં કોંગ્રેસે અત્યારથી જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ શરુ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતમાં નોંધપાત્ર વધારો થયો છે. એકલા આ ૨૦૨૫ના વર્ષમા તેઓ પાંચમી વાર ગુજરાતની મુલાકાત લઇ ચુક્યા છે.
લોકસભા ૨૦૨૪ની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષને ૯૯ સીટો મળી છે જયારે સત્તાધારી ભારતીય જનતા પક્ષને ૨૪૦ સીટો મળી છે ત્યારે , કોંગ્રેસ પક્ષમાં ઉત્સાહનો માહોલ છે. જયારે , લોકસભા ૨૦૨૪ની ચૂંટણીઓ પછી ૧૮મી લોકસભાના પહેલા સત્રમાં રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ આપી હતી કે , ઇન્ડી અલાયન્સ ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં સત્તાધારી BJPને હરાવવા જઈ રહી છે. તો હવે , મુખ્યવિપક્ષી પાર્ટી કોંગ્રેસ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વિધાનસભા ૨૦૨૭ની ચૂંટણીઓની તૈયારીમાં અત્યારથી જ લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધીએ પોતાના ગુજરાત પ્રવાસની સંખ્યામાં જબરદસ્ત વધારો કરી નાખ્યો છે. કોંગ્રેસે એપ્રિલ મહિનામાં રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજયું હતું. જેમાં દેશભરના કોંગ્રેસના કદાવર નેતાઓ ગુજરાત આવ્યા હતા. થોડાક સમય પહેલા જ , ગુજરાત કોંગ્રેસે જિલ્લા પ્રમુખોની ટ્રેનિંગ માટે શિબિર જૂનાગઢમાં યોજી હતી. આ છેલ્લા ૬ મહિનામાં રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવી પક્ષમાં નવો પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કર્યો છે .
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસની ક્રોનોલોજી પર નજર કરીએ તો ,
૭ - ૮ માર્ચે , શહેર જિલ્લા પ્રમુખો , સંગઠનના હોદ્દેદારો સાથે વન ટુ વન મુલાકાત કરી .
૮-૯ એપ્રિલએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપી.
૧૫-૧૬ એપ્રિલે , અમદાબાદ અને મોડાસામાં સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ થયો
૨૬ જુલાઈએ આણંદમાં ૩ દિવસીય પ્રશિક્ષણ શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
૧૨મી સપ્ટેમ્બરે જૂનાગઢની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવામાં આવી
આમ હવે રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસ આગામી ચૂંટણીઓમાં સારું પ્રદર્શન કરે તે માટે જબરદસ્ત મહેનત શરુ કરી દીધી છે. તો વિધાનસભા ૨૦૨૭ની ચૂંટણીઓ જીતવા માટે , લોકસભા વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી ૨૦૨૭માં દરેક વિધાનસભા બેઠકની મુલાકાત લઇ શકે છે. આ ઉપરાંત , કાર્યકરનાં ઘરે રોકાશે અને તેમની સાથે આત્મીયતા વધારશે. સંગઠનના તમામ સેલના હોદ્દેદારો સાથે મુલાકાત કરશે. વોર્ડ પ્રમુખથી માંડીને પંચાયત અને પ્રદેશના હોદ્દેદારો સાથે ચર્ચા કરશે . આ ઉપરાંત ગુજરાતના સ્થાનિક મુદ્દાઓ પર વધુ ફોકસ કરવામાં આવશે. એટલુંજ નહિ , બિહારમાં જેમ કોંગ્રેસએ વોટર અધિકાર યાત્રા કાઢી તેમ ગુજરાતમાં પણ કોંગ્રેસ વોટર અધિકાર યાત્રા જેવી જ યાત્રા કાઢી શકે છે. એ જાણીએ કે સૌથી મોટો પડકાર કોંગ્રેસ માટે શું હોઈ શકે છે , તો તે આમ આદમી પાર્ટી છે. વિસાવદરની પેટાચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાના વિજય પછી સમગ્ર આપમાં ઉત્સાહનો માહોલ છે. આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલે પણ ગુજરાતમાં પોતાની સક્રિયતા વધારી દીધી છે. તેઓ પણ દર મહિને ગુજરાત આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી પાસે મજબૂત સ્થાનિક ચેહરા છે જેમ કે , ચૈતર વસાવા , ગોપાલ ઇટાલિયા , ઈસુદાન ગઢવી , પ્રવીણ રામ વગેરે .